ભુજમાં જાગૃત નાગરિકોનો ડેંગ્યુ સામે જંગ

ભુજમાં જાગૃત નાગરિકોનો ડેંગ્યુ સામે જંગ
ભુજ, તા. 13 : `ભુજમાંથી  ડેંગ્યુ ભગાવો પરિવાર બચાવો' અને મચ્છરને ઠાર કરો જેવા સૂત્ર સાથે ભુજને સર્વોત્તમ બનાવવાનું સપનું જોતાં નાગરિકોના અભિયાને આજે સવારે હમીરસર કાંઠે ખેંગારજી પાર્કથી ડેંગ્યુના મચ્છરનો દેખો ત્યાં ઠાર કરવાની શરૂઆત કરી હતી. શહેર બહાર નીકળી પડતા સાઇકલ સવારોએ આજે શહેરની અંદર ટર્ન લીધો હતો. તો મોર્નિંગ વોકર્સ પણ સ્વાસ્થ્યની સાથે ડેંગ્યુ મુકત ભુજ માટે સક્રિય થયા હતા. મારું ભુજ સર્વોત્તમ ભુજના પ્રણેતા ડો. નેહલ વૈદ્ય સાથે નગરપાલિકાના પૂર્વ સેનિટેશન સમિતિના ચેરમેન `એબેટ' દવાની બોટલો સાથે આવી પહોંચ્યા બાદ `લોગ આતે ગયે કાંરવા બનતા ગયા' જેમ સાઇકલથી યુવાનો અને યુવતીઓ આવવા લાગ્યા હતા. તેમને ઉત્સાહિત માહોલમાં ડો. નેહલ વૈદ્યએ ડેંગ્યુના મચ્છરના લારવાને કેમ પારખવા, ખાબોચિયાં અને માણસ કોરા   ન કરી તેવા પાણીના ટાંકામાં એબોટની કેટલી માત્રા નાખવી, આ દવાખાનું પાણી પી જવાથી કોઇ પશુ-પક્ષીને નુકસાન ન થતું હોવાનું જણાવ્યું. પક્ષી અને પ્રાણીઓના પીવાના કુંડા-કુંડી, અવાડા ખાલી કરી કોરા કરવા, બાંધકામના સ્થળે ટાંકામાં એબેટ નાખવા અને શેરી ફળિયાના લોકોને બોલાવી અભિયાનમાં જોડાવા પ્રેરિત કરવા સમજાવ્યું હતું. સવારે 7 વાગ્યાથી એક કલાકમાં આ મિશન માટે  વ્હાઇટ ઇગલ સાઇકલ ગ્રુપના, હર્ષ વૈદ્ય અને રિતેન અંતાણી સાથે પાંચ જણની ટીમે પ્રમુખસ્વામી નગર, રોટરી ફ્લેમિંગોના અશોકભાઇ આચાર્ય, હસ્તિનભાઇ આચાર્ય, રાવલવાડી-રઘુવંશીનગર, મિલીંદભાઇ વૈદ્ય વગેરે ભાનુશાલીનગર, પ્રણવભાઇ બક્ષીની ટીમ સંસ્કારનગર, તેજસભાઇની ટીમ ઘનશ્યામનગર, નવીનભાઇ માલી વગેરે  હોસ્પિટલ રોડ, ડો. વિજયસિંહ વ્યાયામશાળા તરફ, ભરતભાઇ પી. ગોર સિલ્વર પાર્ક, ધીરેનભાઇ ઠક્કર ઓરીએન્ટ કોલોની વિસ્તાર, માનવજ્યોતના છ જણની ટીમ ભીડગેટ બાજુના વિસ્તારમાં જવા નીકળ્યા હતા. સત્યમ સંસ્થાએ માઇક અને બેનર સાથેની ગાડીથી સવાર-સાંજ બબ્બે કલાક અઠવાડિયા સુધી પ્રચાર અભિયાન દર્શક અંતાણીના નેતૃત્વમાં લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્ર જણસારીના સહયોગે શરૂ કર્યું હતું. મોર્નિંગ વોકર્સ દિલીપસિંહ સોઢા, રાજેશ ઠક્કર, દીપકભાઇ શાહ, નિમિષ ઠક્કર, મોહસિન જમાદાર પણ સહયોગ માટે આવી પહોંચ્યા હતા.    ટાંકા છલકાતા રોકો  ભુજ નગરપાલિકાના પૂર્વ સેનેટરી ચેરમેન ધીરેન ભાનુભાઇ ઠક્કરે અભિયાનની ટીમોને  તેમના વિસ્તારમાં છલકાતાં ટાંકા દેખાય ત્યાં લોકોને પાણી વેડફાટ રોકવાની અપીલ કરવા અનુરોધ કર્યો હતો.    કન્યા કેળવણી લેખે લાગી : હિન્દુ-મુસ્લિમ બાળકી જોડાઇ  ડેંગ્યુના મચ્છરને દેખો ત્યાં ઠાર કરો અભિયાનમાં સંજોગનગરની બે બાળકીઓ ખુશાલી અને અમીના પોતાની સાઇકલ સાથે જોડાવા આવી પહોંચતાં ઉપસ્થિતોએ તેમની નોંધ લીધી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer