પ્રદૂષણ અટકાવી કુદરતી સંપત્તિનો બચાવ કરવા મુંદરા તાલુકામાં લોકોને શીખ

મુંદરા, તા. 13 : તાલુકાના પાવડિયારા, શેખડિયા અને લુણી ગામે ગુજરાત ઇકોલોજી કમિશન અંતર્ગત પર્યાવરણ જાગૃતિ શિબિર યોજાઇ હતી. આ જાગૃતિ અભિયાનની થીમ ગ્રીન એન્ડ બ્લુ ગુડ ડીજ રાખવામાં આવી હતી. આ શિબિરમાં પ્રદૂષણ અટકાવવા કુદરતી સંપત્તિનો બચાવ, ગ્લોબલ વોર્મિંગ વગેરે મુદા્ અંગે માર્ગદર્શન અપાયું હતું. પાવડિયારા અને શેખડિયા ગામમાં શિલ્પ ઓર્ગેનાઇઝેશન અને લુણી ગામમાં સમર્થ સંસ્થા દ્વારા આ શિબિરોની પ્રવૃત્તિઓ યોજાઇ હતી. જેમાં ગામના લોકોને લેખિત પ્રશ્નોત્તરી વીડિયો ડોકયુમેન્ટરી મુવીસ અને પર્યાવરણીય પ્રક્રિયાઓ દ્વારા પર્યાવરણ બચાવ જાણકારી અપાઇ જેમાં પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરો, કાપડની થેલી, વાયરો જૂના જમાનાના વડીલોએ આપને શુદ્ધ પર્યાવરણ આપ્યું હતું પણ હવે તો સંપત્તિ આપી છે પર્યાવરણ કયાં ? વૃક્ષો વાવો, પેટ્રોલ, વીજળી, પાણી વિશે વિગતવાર સમજણ અપાઇ હતી. પ્રશ્નોતરી સમયે સાપસીડી રમતના વિજેતાઓને જીસીઇ દ્વારા પુરસ્કાર અપાયા હતા. આ પર્યાવરણ શિબિરમાં છાયાબેન ધમેન્દ્ર ગઢવીએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.