ભુજમાં રામરોટી છાશ કેન્દ્ર દ્વારા રાહતભાવે મીઠાઈ-ફરસાણનું વેચાણ

ભુજમાં રામરોટી છાશ કેન્દ્ર દ્વારા રાહતભાવે મીઠાઈ-ફરસાણનું વેચાણ
ભુજ, તા. 13 : ભુજમાં આવનાર કે રહેનાર ભૂખ્યો ન સુએ' એ સૂત્રને સાર્થક કરતા અહીંના રામરોટી અને છાશ કેન્દ્ર તરફથી આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દરેક લોકોને પરવડે તેવા વાજબી ભાવે મીઠાઈ અને ફરસાણ વેચાણનો પ્રારંભ કરાયો હતો.  આ પ્રસંગે રાહતભાવે વેચાણનો પ્રારંભ કરાવતાં ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોએ આ પ્રવૃત્તિને બિરદાવી હતી. આ વાજબીભાવની મીઠાઈ ફરસાણનો શહેર તેમજ આસપાસના વધુમાં વધુ લોકોને લાભ લેવા સંસ્થાના ટ્રસ્ટીઓએ અનુરોધ કર્યો હતો. ટ્રસ્ટી શાંતિલાલ ઠક્કરે આભાર માન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 33 વર્ષથી ભુજમાં દરિદ્રનારાયણો, નિ:સહાય લોકોનો જઠરાગ્નિ ઠારતા રામરોટી અને છાશ કેન્દ્રનો અત્યાર સુધી અનેક લોકોએ લાભ લીધો છે. તથા જેમને નિ:શુલ્ક જમવામાં સંકોચ થતો હોય તેવા લોકો માટે માત્ર રૂા. 20માં ટોકન ચાર્જ રાખવામાં આવ્યો છે અને બધાને એકસરખું ભોજન પીરસવામાં આવે છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer