કચ્છમાં માર્ગ સુધારણાનો ધમધમાટ

કચ્છમાં માર્ગ સુધારણાનો ધમધમાટ
ભુજ, તા. 13 : કચ્છમાં ભારે વરસાદે ધોઈ નાખેલા માર્ગોના પેચવર્ક સહિતના સુધારણા કામોનો ધમધમાટ દેખાઈ રહ્યો છે. જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગે છેલ્લા પંદર દિવસમાં 94.70 કિમીની લંબાઈમાં ડામરના પેચવર્કની કરેલી કામગીરીની વિગતો આપતાં કાર્યપાલક ઈજનેર જગદીશભાઈ એમ. સોલંકીએ વધુમાં ઉમેર્યું કે, આ પેચવર્ક કામગીરી માટે 1554 મે. ટન માલ વપરાયો છે. ડામર માર્ગના પેચવર્ક માટે વાર્ષિક ટેન્ડરથી કોન્ટ્રાક્ટ અપાય છે. હાલમાં ડામર કામની એજન્સી  ડી. કે. પટેલ તેમની પ્લાન્ટ સાઈટ અંજાર, રાબડિયા કન્સ્ટ્રક્શનની પ્લાન્ટ સાઈટ રવાપર-ભુજ અને મેપાણી કન્સ્ટ્રક્શનની પ્લાન્ટ સાઈટ દયાપર છે. હાલમાં પણ ડામરના પેચવર્કની કામગીરી ચાલુ છે. ગુજરાતભરમાં વરસાદનું જોર વધુ હતું, ડામરના માર્ગોની નબળી કામગીરી કોન્ટ્રાક્ટરોએ કરી હોવાનો ઉહાપોહ ઉઠતાં ગુજરાત સરકારે ગંભીર નોંધ લઈ દિવાળી પહેલાં રસ્તાના કામો પૂરા કરવા આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ પણ તેમના રાપર વિસ્તારની બાબતે ફરિયાદ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer