ભુજમાં દાખલ દર્દીઓની 333 રવિવારથી કરવામાં આવતી સેવા

ભુજમાં  દાખલ દર્દીઓની 333 રવિવારથી કરવામાં આવતી સેવા
ભુજ, તા. 13 : જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે ભુજમાં દર રવિવારે જરૂરતમંદ દર્દીઓની સેવા કરવાનો અનેરો સેવા પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં દર રવિવારે 350 દર્દીઓને રૂબરૂ મળી તેમની સારસંભાળ લેવામાં આવે છે અને વિવિધ પ્રકારની સહાય કરવામાં આવે છે. સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતા અને પ્રોજેકટ ચેરમેન હિરેન દોશીના જણાવ્યા પ્રમાણે દર રવિવારે 350 જેટલા દર્દીઓને દેશી ઘીનો શીરો, ઋતુ અનુસારનાં ફળો, ગ્લુકોઝ પેકેટ, બિસ્કિટ, ખાખરાનાં પેકેટ, જરૂરતમંદોને દવા, વત્રો, ધાબળા, બાળ દર્દીઓને રમકડાં આદિનું વિતરણ કરવામાં આવે છે. સંસ્થાના કાર્યકરો રવિવારની રજાની મોજ માણવાના બદલે દર્દીઓની ભક્તિ કરીને પોતાનો રવિવાર મનાવે છે. સળંગ 333 રવિવાર સંપન્ન થયા છે જેમાં રૂા. 22 લાખના ખર્ચે સવા લાખ દર્દીઓની સેવાભક્તિ કરીને તેમને હૂંફ પૂરી પાડવાનો સંસ્થાએ પ્રયત્ન કર્યો છે. જરૂરતમંદ દર્દીઓને વોકર, વ્હીલચેર, કાખઘોડી આદિ અર્પણ કરી તેમજ ઓપરેશન કરાવવામાં સહભાગી બની સંસ્થા તેમની ટેકણ લાકડી બની છે. પ્રદીપ દોશી, અશોક વોરા, નીલમબેન વોરા, શાંતિલાલ મોતા, વિજય મહેતા, કૌશિક મહેતા વગેરે સહયોગી બન્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer