પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવા અપીલ

પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવા અપીલ
ગાંધીધામ, તા. 13 : વેલસ્પન ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી અંતગર્ત સ્વચ્છતા એ જ સેવા અભિયાનના ભાગરૂપે રન ફોર યુનિટી-2019 કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પૂર્વ પોલીસ વિભાગના નાયબ પોલીસવડા શ્રી વાઘેલા, ગાંધીધામ  સુધરાઈ પ્રમુખ કાનજીભાઈ ભર્યા, વેલસ્પન ઈન્ડિયાના ડાયરેક્ટર  અને બિઝનેશ હેડ એ.કે . જોશીના હસ્તે પ્રારંભ કરાયો  હતો. આ હરીફાઈ રોટરી સર્કલથી ગાંધી માર્કેટ સુધી યોજાઈ હતી જેમાં વેલસ્પન ઈન્ડિયા લી., વેલસ્પન કોર્પો. લી., વેલસ્પન સ્ટીલ લી., વેલસ્પન પાવર, જી.એન. એચ. હોસ્ટેલ, જી.આર.જી. કોટસપીન  સહિતના એકમોના કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.  રન ફોર યુનિટી કાર્યક્રમમાં  નાયબ પોલીસવડા શ્રી વાઘેલાએ  પોતાના ઉદ્બોધનમાં  રાષ્ટ્ર નિર્માણમાં ગાંધીજીએ આપેલા યોગદાન વિગતો આપી હતી. સુધરાઈ પ્રમુખ કાનજીભાઈ  ભર્યાએ  સૌપ્રથમ  સ્વયં સ્વચ્છતા   અપનાવી ત્યારબાદ  દેશને સ્વચ્છતા બનવા માટે અનુરોધ કર્યો હતો.   વેલસ્પન ગ્રુપના એ.કે. જોશીએ  જણાવ્યું હતું કે પ્લાસ્ટિકમુક્ત વેલસ્પન બનાવવા માટે  કર્મચારીઓએ કરેલા કાર્યો પ્રશંસાને પાત્ર છે. રોજિંદા જીવનમાં  વપરાતા સિંગલયુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સદ્તંર બંધ કરવા તેમને અપીલ કરી હતી. સત્ય અને અહિંસાના માર્ગ બતાવનારા બાપુને શ્રી જોશીએ શાબ્દિક અંજલી આપી હતી. એકતાદિનની ઉજવણીમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જોડાયા  હતા. અંતમાં  ગાંધીમાર્કેટમાં  આવેલી ગાંધીજીની પ્રતિમા ખાતે પુષ્પાજંલિ અપાઈ હતી. હરીફાઈમાં વિજેતા થયેલા દોડવીરોને  ઈનામ આપવા સાથે ભાગલેનારા તમામ સ્પર્ધકોને  પ્રોત્સાહન ઈનામ અપાયાં હતાં. સમગ્ર આયોજનમાં અતુલ પંડારે, નિવૃત બિગ્રે. કાતિકેયન, સુનીલકુમાર વ્યાસ, આલોક કુમાર, અંજલિ બાગા, ગિરીશકુમાર માથુર   વગેરે  અધિકારીઓએ સહકાર આપ્યો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer