રામાનંદી સમાજ તીર્થધામ નારાયણ સરોવર ખાતે વૈષ્ણવ ભવનનું નિર્માણ કરશે : ખાતમુહૂર્ત થયું

રામાનંદી સમાજ તીર્થધામ નારાયણ સરોવર ખાતે વૈષ્ણવ ભવનનું નિર્માણ કરશે : ખાતમુહૂર્ત થયું
માંડવી, તા. 13 : તીર્થધામ નારાયણ સરોવર ખાતે કમલાધામ પરિસરમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા વૈષ્ણવ ભવન શિલાન્યાસ સાથે રૂા. 21 લાખની દાનની સરવાણી વહી હતી.  જ્ઞાતિના તેજસ્વી તારલાને પુરસ્કૃત કરાયા હતા. શારદીય નવરાત્રિના આખરી ચરણમાં હવનાષ્ટમીની ઉજવણી સાથે સંતવાણી અને મહાઆરતીનું આયોજન કરાયું હતું. રાજસ્થાનના મુખ્ય યજમાન ચંપાલાલજી તથા સુમિતજી ખોજા પરિવારે શ્રીફળ હોમનો ધર્મલાભ લીધો હતો. અખિલ કચ્છ રામાનંદી સાધુ સમાજના પ્રમુખ અને નામાંકિત ત્રીરોગ નિષ્ણાત ડો. કનૈયાલાલ વૈષ્ણવે શાબ્દિક સત્કાર કરતાં એક જ વર્ષમાં `વૈષ્ણવ ભવન' સાકાર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવતાં દાનનો પ્રવાહ વહ્યો હતો. ડો. વૈષ્ણવે જ્ઞાતિ ઉત્કર્ષની પ્રવૃત્તિઓ, આયોજનોની જાણકારી આપતાં રૂા. 2 લાખ 51 હજારનું દાન ભોજનશાળા માટે જાહેર કર્યું હતું. હોલના નામકરણ અર્થેની  બોલીમાં રૂા. પાંચ લાખ એકાવન હજાર મંત્રી ભાવેશભાઈ સાધુએ પરિવાર તરફથી જાહેરાત કરી હતી. નવા ચાર રૂમ માટે રૂા. 2.51 લાખના દાતાઓએ ઉત્સાહ દર્શાવ્યો હતો. સંતોના હસ્તે સમાજના તેજસ્વી તારલાઓ ડો. નિકુંજ  સાધુ, ડો. બીના મોહનદાસ વૈષ્ણવ (ભુજ),  શ્રીમતી  હેતન દિનેશ સાધુ (એડવોકેટ), પ્રકાશ ભગવાનદાસ સાધુ (એડવોકેટ) વગેરેના યશસ્વીપત્ર, મોમેન્ટો વડે બહુમાન કરાયા હતા. દાતાઓએ પણ ઋણ સ્વીકાર્યો હતો. દિનેશગિરિજી મહારાજ (કોટેશ્વર જાગીરાધ્યક્ષ), સુધીરભાઈ રામાનુજ (ભાવનગર), સુરેશભાઈ સાધુ (સામખિયાળી) વગેરેએ પ્રસંગોચિત સંબોધનો કર્યા હતા. મંત્રી ભાવેશભાઈ સાધુએ પ્રગતિ અહેવાલ આપતાં સંચાલન કર્યું હતું. આરંભમાં પૂ. જયદેવદાસજી મહારાજ,  પૂ. દિનેશગિરિજી મહારાજ, વિનુ બાપુ, સુધીર બાપુ (કથાકાર), અવધકિશોરદાસજી મહારાજ, પ્રમુખ ડો. વૈષ્ણવ, મંત્રી ભાવેશ સાધુ, બજરંગદાસજી વૈષ્ણવ (જોધપુર) વગેરે મંચસ્થોના હાથે દીપ પ્રાગટય કરાયું હતું. હવનાષ્ટમીએ મહાઆરતી બાદ જોધપુર (રાજસ્થાન)ના કલાસાધકો દ્વારા સંતવાણી, વેશભૂષા અને દાંડિયારાસને રસિકોએ મનભરીને માણ્યો હતો.  ત્રિદિવસીય મહોત્સવને સફળ બનાવવા યુવા ટીમના પ્રમુખ મુકેશભાઈ એન. સાધુ, ટ્રસ્ટીઓ નીલેશભાઈ અગ્રાવત (માંડવી), નરેન્દ્ર ભંવરલાલ નિમાવત,  પ્રેમદાસજી કે. સાધુ (ભુજ),  નવીનભાઈ સાધુ (રાપર), વિક્રમ સાધુ (રાપર),  ભાવેશ સાધુ (ગાંધીધામ), ટ્રસ્ટી કનૈયાલાલ સાધુ (ગાંધીધામ),  જિલ્લા કોષાધ્યક્ષ કાંતિભાઈ સાધુ, મહેન્દ્ર વૈષ્ણવ (જોધપુર), પરશુરામ સાધુ (મુંબઈ), ગોવિંદરામ સાધુ (મુંબઈ), બળદેવ સાધુ (મુંબઈ), નરેન્દ્ર સાધુ (ભુજ), મહેશ સાધુ (માંડવી), સુરેશ સાધુ (સામખિયાળી), ટ્રસ્ટી ધીરજલાલ સાધુ વગેરેએ દોરવણી આપી હતી. આયોજનને વિરામ સાથે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer