ત્રીજી ટેસ્ટમાં પણ પાછળ નહીં હટીએ, જીતીને રહેશું : વિરાટ કોહલી

નવી દિલ્હી, તા. 13 : પૂણે ટેસ્ટમાં ભારતે દક્ષિણ આફ્રિકાને એક દાવ અને 137 રનથી હરાવી શ્રેણીમાં 2-0ની અજય સરસાઈ મેળવી શ્રેણી પર ટેસ્ટ શ્રેણી પોતાના નામે કરી હતી. મેચ બાદ કપ્તાન વિરાટ કોહલીએ પોતાના ખેલાડીઓની ભારે પ્રશંસા કરી હતી અને તેઓને આગલું લક્ષ્ય પણ આપી દીધું હતું. કોહલીએ કહ્યંy, ત્રીજી ટેસ્ટમાં પણ પાછળ હટશું નહીં અને જીતીને રહેશું. કોહલીએ કહ્યું હતું કે જો તમને કપ્તાન તરીકેની જવાબદારી મળતી હોય અને પહેલાથી જ એવું વિચારીને મેદાન પર ઉતરતા હો કે તમારે બેવડી સદી કરવી છે તો તમે તેવું કરી શકવાના નથી. પરંતુ જો તમે આ જ વાત ચાર-પાંચ સેશન બેટિંગ કરીને વિચારો તો તમે જરૂર કરી શકો છો. અનેક વખત તમે લોકોને ખોટા સાબિત કરવા રમતા હો પરંતુ જે રીતે અત્યારે હું રમી રહ્યો છું હું બહુ ખુશ છું એમ તેણે જણાવ્યું હતું. કોહલીએ કહ્યું કે અમે જ્યારે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત કરી હતી ત્યારે અમે સાતમા નંબર પર હતા. અમે તનતોડ મહેનત કરી અને તેનું પરિણામ તમારા સૌની સામે છે. છેલ્લા ચાર-પાંચ વર્ષમાં મને જે ખેલાડી મળ્યા છે તેને મેળવીને હું ખૂબ ખુશ છું. દરેક રમતનું એક મૂલ્ય હોય છે એટલે અમે ત્રીજી ટેસ્ટમાં પણ પાછળ હટીશું નહીં. કોઈ પણ સ્તર પર કોઈ પણ આરામ કરવા જઈ રહ્યા નથી. હું તમને ગેરંટી આપું છું. ત્રીજી ટેસ્ટમાં પણ અમે જીત માટે ઊતરીશું અને 3-0થી શ્રેણી જીતની આશા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer