જોહોર કપ : ભારતીય જુનિયર હોકી ટીમની મલેશિયા પર જીત

ભારતીય જૂનિયર પુરૂષ હોકી ટીમે બે ગોલનો સામનો કર્યા બાદ શાનદાર અંદાજમાં વાપસી કરતા સુલ્તાન જોહોર કપના પહેલા મેચમાં મલેશિયાને 4-2થી હરાવ્યું હતું. ભારત માટે પ્રતાપ લાકડાએ બે ગોલ કર્યા હતા. જ્યારે શિલાનંદ લાકડાએ 39મી અને અને ઉત્તમ સિંહે 60મી મિનિટે ગોલ કર્યો હતો. મલેશિયા માટે મોહમ્મદ હસને આઠમી મિનિટે અને મોહમ્મદ જૈનુદીને નવમી મિનિટે ગોલ કર્યો હતો. મલેશિયાએ આક્રમક શરૂઆાત કરતા સતત બે ગોલ કર્યા હતા. જેનાથી ભારતીય ટીમ દબાણમાં આવી ગઈ હતી. હસને મેદાની ગોલ કર્યો હતો. ત્યારબાદ જૈનુદ્દીને પેનલ્ટી કોર્નરને ગોલમાં તબદીલ કરીને ટીમની સરસાઈ બમણી કરી હતી. આ દરમિયમા ભારતીય ખેલાડીઓએ ગોલ કરવાની કોશિષ કરી હતી પણ મલેશિયાનું ડિફેન્સ મજબૂત  રહ્યું હતું. જો કે બીજા ક્વાર્ટરમાં પ્રતાપ લાકડાએ પેનલ્ટી સ્ટ્રોક ઉપર ગોલ કરીને સ્કોર 2-1 કર્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં ભારતે 3-2થી સરસાઈ મેળવી લીધી હતી. જ્યારે ઉત્તમ સિંહ ગોલ કરીને સ્કોર 4-2એ પહોંચાડયો હતો અને ભારતની જીત નિશ્ચિત થઈ હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer