આજે મુંદરામાં ભાજપનો પ્રવેશ ઉત્સવ

મુંદરા, તા. 13 : ભારતીય જનતા પાર્ટીનો પ્રવેશ ઉત્સવ સોમવારે તા. 14ના બપોરે અઢી વાગ્યે પાટીદાર સમાજવાડી ઘનશ્યામ પાર્ક-2માં યોજવામાં આવશે. પ્રાપ્ત વિગતો અનુસાર કોંગ્રેસ છોડીને ભાજપનું કમળ પકડનારાઓમાં મુખ્ય કિશોરસિંહ પરમાર, મહિપતસિંહ જાડેજા (દેશલપર), ભગવતસિંહ પરમાર, લખુરામ ગોરડિયા, દિલાવરસિંહ બી. જાડેજા, રહિમભાઇ ખત્રી, નીલમબા અરવિંદસિંહ જાડેજા, ચતુરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ પરમાર, મગનભાઇ ધુવા સહિતના 700થી વધારે કાર્યકરો ભાજપમાં જોડાઇ રહ્યા છે. આ પ્રસંગે  મુખ્ય મહેમાન તરીકે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જ્યારે મુખ્ય અતિથિસ્થાને રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી, છાયાબેન ગઢવી, મનીષાબેન કેશવાણી, દશરથબા ચૌહાણ, કુલદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. સમારંભ અધ્યક્ષ ભાજપ જિલ્લા અધ્યક્ષ કેશુભાઇ પટેલ જ્યારે જેમની પ્રેરણાથી સમગ્ર કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે એવા માંડવી-મુંદરાના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ભાજપ પ્રવેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. મુંદરા તા. ભાજપ પ્રમુખ વાલજીભાઇ ટાપરિયા, સરપંચ ધર્મેન્દ્ર જેશર, નગર ભાજપ પ્રમુખ પ્રણવ જોષી, કુલદીપસિંહ જાડેજા (મોટી ખાખર) અને ભાજપના આગેવાન કીર્તિભાઇ કેશવાણી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત લઇ રહ્યા છે. સમગ્ર કાર્યક્રમનું મુંદરા તાલુકા, શહેર ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસમાંથી વધુ રાજીનામા આપ્યા હતા. આજના કાર્યક્રમના અનુસંધાને બંને પક્ષો તરફથી દાવા-પ્રતિદાવા કરવામાં આવી રહ્યા છે. આવનારી એપીએમસીની ચૂંટણી ઉપરાંત તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણી ઉપર પણ તેની અસર પડશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer