બહારથી ટ્રકો ભાડે લાવવાના મુદ્દે હાજીપીરથી જખૌ સુધી ભારે નારાજગી

નખત્રાણા, તા. 13 : હાજીપીર પાસેની ખાનગી કંપની દ્વારા બહારથી ટ્રકો નમક પરિવહન માટે ભાડે રખાતાં મોડી સાંજથી શનિવારે ટોડિયા ફાટક પાસે ટ્રકમાલિકો એકત્રિત થયા હતા અને દેખાવ સાથે ધરણા યોજ્યા હતા. આના કારણે આર્ચિયન કંપની અને ટ્રકમાલિકો વચ્ચે વિવાદ સપાટી પર આવ્યો હતો.  ટ્રકમાલિકો કહે છે કે અગાઉથી જ આર્ચિયન કંપનીનો પશ્ચિમ કચ્છના ટ્રકમાલિકો બહારથી ટ્રકો ભાડે રાખવા સામે વિરોધ કરી રહી છે અને સ્થાનિક ટ્રકમાલિકોને રોજગારી આપવા જણાવી રહી છે. હવે બહારની ટ્રકો ભાડે રાખવામાં આવે તો અહીંના ટ્રકમાલિકોને પોષણક્ષમ ભાડું નહીં મળે તેવી રજૂઆત સાથે આમેય ટ્રક-ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ખાસ કરીને પશ્ચિમ કચ્છનો મંદીમાં સપડાયો છે. હવે કંપનીએ સ્થાનિક ટ્રકોને પડતી મૂકી બહારની ટ્રકો ભાડે રાખતાં ટ્રકમાલિકોમાં રોષની લાગણી ફેલાવાની સાથે હાજીપીરથી જખૌ વચ્ચે 42 જેટલા ગામો આવે છે ત્યારે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે. કારણ ગામેગામ ટ્રકો છે, ટ્રક મંડળીઓ છે. ગમે ત્યારે ડખો થવાની પરિસ્થિતિ છે ત્યારે પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિયેશને કંપની સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે. બીજીતરફ પશ્ચિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન પ્રમુખ અર્જુનસિંહ જાડેજા છે, તેઓ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર છે. તેમનો આક્ષેપ છે કે ટ્રકમાલિકોના સંગઠનને તોડવા માટેના પ્રયાસો થાય છે. એસોસિયેશનના બાબુભાઇ ભાદાણી, જુણસભાઇ મંધરા, વિરલસિંહ જાડેજા, હીરા લાખા રબારી, રાજેશભાઇ પોકાર સહિતના ટ્રકમાલિકોએ કંપનીની મનમાની સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer