ગાંધીધામ ખાતે તા.16મીએ પ્રોપર્ટી રાઈટસ અંગે સેમિનાર યોજાશે

ગાંધીધામ, તા. 13 : વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ,  ઈન્ડિયન પેટેન્ટ ઓફિસ અને એસોચેમના સંયુકત ઉપક્રમે આગામી તા. 16-10ના ગાંધીધામ ખાતે ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટસ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છમાં આ વિષય ઉપર સૌ પ્રથમ વખત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રેડમાર્ક અને તેની પ્રક્રિયા, કોપીરાઈટ અને તેની કાર્યવાહી, પેટેન્ટ શોધ અને તેની કાર્યવાહી, વ્યવસાયમાં કોપીરાઈટ ટ્રેડમાર્ક અને પેટેન્ટનું મહત્ત્વ વગેરે વિષયો ઉપર પ્રકાશ પાડવામાં આવશે. આ સેમિનારમાં કચ્છના મેન્યુફેકચરિંગ અને માર્કેટિંગમાં રોકાયેલા વ્યક્તિઓ, વેપારી, નાના  અને મધ્યમ ધોરણના ઉદ્યમીઓ, સંશોધકો, કોલેજ શિક્ષકો માટે ઉપયોગી સાબિત થશે. વધુ વિગતો માટે અને નોંધણી કરાવવા માટે ડે. રીચા દયારામાણી 98252 27209 અને ચેમ્બર કાર્યાલય 02836- 220977, 220735 ઉપર  સંપર્ક સાધવા જણાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer