જિલ્લામાં કોઇપણ ફરિયાદ, માહિતી લોકો હવે સીધા આર.આર. સેલને આપી શકશે

ગાંધીધામ, તા. 13 : કચ્છમાં ક્યાંય પણ ગુના સંબંધી માહિતી, ફરિયાદ કે રજૂઆત હોય તો લોકો બોર્ડર રેન્જની આર.આર. સેલનો સીધો સંપર્ક કરી શકશે. સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદીની કચેરીના સીધા માર્ગદર્શન હેઠળ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં કોઇપણ પ્રકારની માહિતી, ફરિયાદ, રજૂઆત હોય તો આર.આર. સેલના મો.નં. 82380 72100 ઉપર વ્હોટસએપ દ્વારા કે ફોન કરીને લોકો માહતી આપી શકે છે. કોઇપણ પ્રકારની  ગેરકાયદેસરની પ્રવૃત્તિ અંગે માહિતી આપનારાનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેવું એક યાદીમાં આર.આર. સેલે જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer