ભુજમાં એકલતાનો લાભ લઇ ઘરમાં ઘૂસીને બાળા સાથે શારીરિક અડપલાં

ભુજ, તા. 13 : વાસણોની ફેરી કરવાના કામે નીકળેલા એક ઇસમે એક ઘરમાં એકલી બાળાને જોઇને તકનો લાભ લઇ ઘરમાં ઘૂસીને આઠ વર્ષની કુમળી વયની આ બાળકી સાથે અત્યંત હિન કક્ષાના શારીરિક ચેડાં કર્યાં હોવાનો મામલો પોલીસ દફતરે ફરિયાદના સ્વરૂપમાં નોંધાયો છે. ભોગ બનનારી બાળકીના પિતાએ ગઇકાલે સાંજે બનેલી આ ઘટના વિશે ભુજમાં સુરલભીટ્ટ રોડ સ્થિત અંજલિનગરમાં વસીમ મોખાના મકાનમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના જફર ઉર્ફે ટીકટીક રફીક બંજારા સામે નિર્લ્લજ હુમલો અને પોકસો ધારા સહિતની કલમો તળે ગુનો દાખલ કરાવ્યો હતો. ભુજ શહેર બી. ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. ફરિયાદને ટાંકીને પોલીસ સૂત્રોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે વાસણ વેચવાનું કાર્ય (ફેરી) કરતો આરોપી જફર ઉર્ફે ટીકટીક તેના એક જોડીદાર સાથે ફેરી કરતાં કરતાં શહેરમાં જૂના રેલ્વે મથક નજીક હનુમાનજીના મંદિર પાસેના વિસ્તારમાં પહોંચ્યો હતો. આ સમયે એક ઘરમાં એક બાળકીને એકલી જોઇ ટીકટીક ઘરમાં ઘૂસી ગયો હતો અને તેણે આઠ વર્ષની બાળકીને નિવત્ર કરવા સાથે તેની સાથે હિન કક્ષાના શારીરિક ચેડાં કર્યાં હતાં. આ શારીરિક હુમલા થકી બાળાને ઇજાઓ પણ થતાં તેને સારવાર અપાવવી પડી હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer