રાજપૂત ક્ષત્રિય સમાજે પરંપરાગત દશેરા ઊજવી

રાજપૂત ક્ષત્રિય સમાજે પરંપરાગત દશેરા ઊજવી
ભુજ, તા. 8 : વિજયાદશમીના સપરમા દિને પરંપરાગત રીતે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા કચ્છભરમાં કાર્યક્રમ યોજાયા હતા. વિવિધ મથકે શમીપૂજન, શોભાયાત્રા, શત્રપૂજન સાથે દશેરા ઊજવાઇ હતી. ભુજમાં મહારાઓ પ્રાગમલજી ત્રીજાની ઉપસ્થિતિમાં મોટી પોશાળના પ્રવીણ મેરજી ગોરજીની હાજરીમાં માનકૂવાના નવલસિંહ બાલુભા જાડેજાના હસ્તે શમી અને શત્રપૂજન કરાયું હતું. આ પ્રસંગે મહારાઓ દ્વારા કુંવર ઈન્દ્રજિતસિંહ જાડેજાનું રાજ્યનું સુવર્ણમઢિત ચિહ્ન અર્પણ કરાયું હતું તેમજ નવલસિંહ જાડેજા,  નાગ્રેચાના નિર્મલસિંહજી મમુભા જાડેજાનું મોમેન્ટો અને સન્માનપત્ર દ્વારા સન્માન કરાયું હતું. સ્વ. પ્રો. વખતસિંહજી વતી માજી સાંસદ પુષ્પદાનભાઈ ગઢવીએ સન્માન સ્વીકાર્યું હતું. આ પ્રસંગે તેરા ઠાકોર મયૂરધ્વજસિંહજી, દેવપર ઠાકોર કૃતાર્થસિંહજી, સાવજસિંહ જાડેજા, વીરભદ્રસિંહ જાડેજા, જોરૂભા રાઠોડ, પુષ્પેન્દ્રસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, હિંમતસિંહ સોઢા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા દલપતભાઈ દાણીધારિયા, આભારવિધિ રામસંગજીએ કર્યા હતા. આ અગાઉ કરણીસેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ ભુજના આશાપુરા મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી. જેમાં જય ભવાની, જય અંબેના સૂત્રો પોકારતા ઘોડેસવાર, બાઈકસવાર તથા ખુલ્લી જીપમાં યુવાનો-વડીલો જોડાયા હતા. આદિપુર :ક્ષત્રિય સમાજ દ્વારા  સમાજવાડી ખાતેથી  શરૂ થયેલી રેલી ગાંધીધામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને શત્રપૂજન કરાયું હતું.  ક્ષત્રિય સમાજના પ્રમુખ નરેન્દ્રસિંહ રાણાનું મુકેશ આચાર્ય, મૌલીન આચાર્ય, અશોકભા, નિહાર, સંદીપ, જયસિંઘ તેમજ એમ.બી.એ. ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.  અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના સૈયદ રફીકશા બાપુ, સોઢા હાજી અલી ભચુ તેમજ અન્યો દ્વારા ફૂલ-હાર, રાષ્ટ્રધ્વજ અને તલવાર આપી તેમજ ભાજપ અને કોંગ્રેસ વગેરે દ્વારા પણ રેલીનું  સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, સુધરાઈ પ્રમુખ કાનજી ભર્યા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, એ.આઈ.સી.સી.ના કો.ઓર્ડિનેટર હકુભા જાડેજા, શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય ગાંધી વગેરે જોડાયા હતા. મુંદરા તાલુકા રાજપૂત (ક્ષત્રિય) સમાજ દ્વારા મહાશોભાયાત્રા તથા શત્રપૂજનના કાર્યક્રમ યોજાયો હતો. રાજપૂત સમાજવાડી ખાતેથી શોભાયાત્રા નીકળી હતી જેની બસ સ્ટેશન, જવાહર ચોક, મેઇન બજાર થઇ અગ્નેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જ્યાં શત્રપૂજા કરવામાં આવી હતી. બસ સ્ટેશન પાસે તલવારબાજીના રાસે ભારે આકર્ષણ જમાવ્યું હતું. રજવાડી ડ્રેસ, સાફા, પાઘડી સાથે તાલુકાના ક્ષત્રિય સમાજના ભાઇઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચાંદુભા દાદુજી જાડેજા, કુલદીપસિંહ જાડેજા, મુંદરા તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્રસિહ જાડેજા, ધ્રુવરાજસિંહ  ચૂડાસમા, હરેન્દ્રસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ઝાલા, કિશોરસિંહ પરમાર, હેતુભા જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. નખત્રાણા : અહીં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા શત્રપૂજન તેમજ રાજપૂત બોર્ડિંગથી નાગલપર ફાટક સુધી બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નાગલપર ફાટક પાસે શમીના વૃક્ષમાં અને શત્ર પૂજન કરવાની સાથે સાફામાં સજ્જ ક્ષત્રિય યુવાનોને ક્ષાત્ર ધર્મની સમજણ સાથે ધર્મની, ગૌવંશની રક્ષા કરવાની શીખ આપી હતી. આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પ્રાંત અધિકારી ગોવિંદસિંહ રાઠોડ, મામલતદાર પ્રવીણસિંહ જેતાવત, રણજિતસિંહ જાડેજા, હિંમતસિંહ સોઢા, રામસિંહ સોઢા, નરેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ઝાલા, નવુભા સોઢા, બળવંતસિંહ ઝાલા, છત્રપાલસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, ભીભાજી જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, પ્રવીણસિંહ સોઢા, રાજુભા જાડેજા, જગતસિંહ સોઢા, ગોરધનસિંહ સોઢા, કિરીટસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા,  જીતુભા જાડેજા વિ. અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. માતાના મઢમાં : મઢ જાગીરના મહંત યોગેન્દ્રસિંહજીના હસ્તે શત્રપૂજા કરાઇ હતી. મુખ્ય મંદિરની સામે આવેલા ગાદીના હોલમાં શત્રપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ વેળાએ  નવરાત્રિ બંદોબસ્તમાં આવેલા એસ.આર.પી.ના જવાનો તેમજ દયાપર પોલીસના જવાનોએ પોતાનાં શત્રોની પૂજા કરી હતી જેમાં દયાપર ફોજદાર જયપાલસિંહ સોઢા, મઢ ઓ.પી.ના જમાદાર ઘનશ્યામસિંહ જાડેજા, મા.મઢના સરપંચ, આચાર્ય દેવકૃષ્ણ વાસુ, હિંગલાજ માતાજી પૂજારી, પ્રકાશભાઇ પંડયા, હેતુભા જાડેજા, પંકજભાઇ કાપડી તેમજ દયાપર પોલીસના જવાનો હાજર રહ્યા હતા. યોગાનુયોગ મઢ જાગીરના મહંત યોગેન્દ્રસિંહજીનો આજે જન્મ દિવસ હોતાં ત્યાં હાજર રહેલા દરેક લોકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ મઢ જાગીરના ત્રીસમાં ગાદીપતિ (મહંત)છે. આ વેળાએ મા.મઢના મહંત યોગેન્દ્રસિંહજીએ કચ્છમાં કોમી એકતા કાયમ રહે તેવા આશીર્વાદ આપ્યા હતા. નલિયા : અબડાસાના મુખ્ય મથકે વિજયા દશમીએ પોલીસ સ્ટેશનમાં શત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પી.એસ.આઇ. એસ.એ. ગઢવીના હસ્તે શત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જોરાવરસિંહ જાડેજા, રમેશભાઇ પટેલ, અનુપસિંહ વાઘેલા, નરેશભાઇ ચૌધરી, યુવરાજસિંહ ઝાલા, અશોકભાઇ ડાભી ઉપરાંત સમગ્ર પોલીસ સ્ટેશન સ્ટાફ જોડાયો હતો. ભચાઉ : તાલુકા-શહેર રાજપૂત (ક્ષત્રિય) સભા દ્વારા મોમાય માતાજી મંદિર દરબારગઢથી મુખ્ય બજાર થઈ નગરપાલિકા શોપિંગ સેન્ટર ખાતે આવેલા પ્રાચીન શમી વૃક્ષનું પૂજન કરાયું હતું. નગરપાલિકા કચેરી નજીક આવેલી ભચાઉના સ્થાપક રામસંગજી જાડેજાની પ્રતિમા પાસે સભા યોજાઈ હતી. આ પ્રસંગે કચ્છ જિલ્લા રાજપૂત (ક્ષત્રિય) સભાના પ્રમુખ અને માંડવી વિસ્તારના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, ભચાઉ તાલુકા ક્ષત્રિય સભાના પ્રમુખ બળવંતસિંહ સમુભા જાડેજા, ભચાઉ ક્ષત્રિય સભાના પ્રમુખ જીલુભા રેવુભા જાડેજા, હરિશ્ચંદ્રસિંહ દીપુભા જાડેજા (પૂર્વ પ્રમુખ-ભચાઉ નગરપાલિકા), આઈ.જી. જાડેજા (પૂર્વ પ્રમુખ-ભચાઉ નગરપાલિકા), કુલદીપસિંહ વીરેન્દ્રસિંહ જાડેજા (પ્રમુખ-ભચાઉ?નગરપાલિકા), વાઘુભા કાનજીભા જાડેજા (ઉપપ્રમુખ-ભચાઉ?તાલુકા ક્ષત્રિય સભા), ભરતસિંહ નટુભા જાડેજા (પ્રમુખ-ભચાઉ? તા. પંચાયત), ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, રાપર તાલુકા રાજપૂત (ક્ષત્રિય) સભાના પ્રમુખ અજયપાલસિંહ જાડેજા, ગુજરાત રાજપૂત (ક્ષત્રિય) સભાના પ્રમુખ વનરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાપર : તાલુકાના રાજપૂત દરબાર ક્ષત્રિય સમાજ દ્વારા રાજપૂત સમાજવાડીથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઇ નગાસર તળાવ ખાતે ખીજડાના વૃક્ષ પાસે શત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં માંડવીના ધારાસભ્ય અને અખિલ કચ્છ રાજપૂત સમાજના પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા, અજયપાલસિંહ જાડેજા, પ્રમુખ રાપર તાલુકા રાજપૂત દરબાર ક્ષત્રિય સમાજ, અનોપસિંહ વાઘેલા, હમીરજી સોઢા, રાસુભા સોઢા, અરવિંદસિંહ, હકુભા સોઢા, જાડેજા સતુભા જાડેજા, રાસુભા ભાટી, જુવાનસિંહ જાડેજા, લાલુભા વાઘેલા, નરપતસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા, અજિતસિંહ જાડેજા, બિપેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મહિલાઓએ તલવાર રાસ રજૂ કર્યો હતો જેમાં મહિલા મંડળના તાલુકા પ્રમુખ બિંદુકુંવરબા સોઢા, રાપર શહેર પ્રમુખ ભરતકુંવરબા સોઢા સહિત મહિલા મંડળના સદસ્યોએ ભાગ લીધો હતો. રાજપૂત સમાજની વિરાંગનાઓએ મંત્રમુગ્ધ કર્યા હતા. તલવાર રાસમાં ભાગ લેનાર એકસોથી વધુ મહિલાઓ અને યુવતીઓને સમાજ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પોલીસ મથકે ઇન્ચાર્જ પી.આઇ. જે. એચ. ગઢવીના હસ્તે શત્ર પૂજન અને હવન કરવામાં આવેલ. જેમાં કિશોરભાઇ પરમાર, નિકુંજભાઇ, જેઠાભાઇ કિશોરસિંહ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ દળના શત્રનું પૂજન કરવામાં આવ્યું હતું આમ વાગડ વિસ્તારમાં આજે હવન, પૂજન તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer