માધાપરમાં રામસેનાની નીકળી રવાડી

માધાપરમાં રામસેનાની નીકળી રવાડી
માધાપર (તા. ભુજ) : અહીં માધાપર પટેલ જ્ઞાતિ મંડળ દ્વારા છેલ્લા 17 વર્ષથી યોજાતા કાર્યક્રમ મુજબ રાવણ દહનનો કાર્યક્રમ સરસ્વતી વિદ્યાલય ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સાંજે મુખ્ય બજારમાં રામસેના અને રાવણસેનાના રૂપમાં રવાડી નીકળી હતી. બાદમાં અંદાજે પાંચ હજાર લોકોની હાજરીમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આગેવાનો અરજણભાઈ ભુડિયા, કૌશલ્યાબેન માધાપરિયા, જયંત માધાપરિયા, નરેશભાઈ મહેશ્વરી, હિરેન વાગડિયા, જાદવજી ભુડિયા, નારાણભાઈ ભુડિયા વિગેરે હાજર રહ્યા હતા અને સહયોગી બન્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer