નખત્રાણા બન્યું રામમય...

નખત્રાણા બન્યું રામમય...
નખત્રાણા : અહીંના વથાણ ચોકમાં જય માતાજી ગ્રુપ તેમજ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નખત્રાણા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી રાવણ દહનને જોવા મોટી સંખ્યામાં લોકો ઊમટયા હતા. બરાબર સાત વાગ્યે રામ-લક્ષ્મણની વેશભૂષામાં યુવાનોએ તીર છોડતાં જ રાવણ ભડભડ બળવાની સાથે આખું વથાણ ફટાકડાના અવાજથી ગાજી ઊઠયું હતું, તો સાથે જય જય શ્રીરામનો જયઘોષ થયો હતો. અગાઉ શંકર વિજય સો મિલ પાસેથી વિશાળ શોભાયાત્રા રામ-લક્ષ્મણ-હનુમાનજીની વેશભૂષા સાથે નીકળી હતી, જે નગરના બસ સ્ટેશન, મુખ્ય બજાર, જૂનાવાસ થઇ વથાણ પહોંચી હતી. જ્યાં રામ-લક્ષ્મણ-હનુમાનની આરતી ઉતારવામાં આવી હતી. તો આ કાર્યક્રમના પ્રારંભે આર.એસ.એસ.ની સેવિકા દળની બહેનોએ લેઝીમ દાવ રમ્યા હતા. આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા પંચાયતના પ્રમુખ  નયનાબેન ડી. પટેલ, જિલ્લા પંચાયતના વસંતભાઇ વાઘેલા, સરપંચ ચંદનસિંહ રાઠોડ, મામલતદાર પ્રવીણસિંહ જેતાવતના હસ્તે અહીંના ગાયનેક ડો. શક્તિસિંહ વાઘેલા, નાના અંગિયાના શિક્ષક વિશાલભાઇ જોષીનું શાલ ઓઢાડી સન્માનપત્ર આપી વિશેષ સન્માન કરાયું હતું. સતત 38મા વર્ષે આયોજિત આ રાવણ દહનના કાર્યક્રમમાં રામની વેશભૂષામાં નિકુલ મગનલાલ સુરાણી, લક્ષ્મણની વેશભૂષામાં ભાવેશ શાંતિલાલ સુરાણી તથા હનુમાનજીના પાત્રમાં કેવલ રમેશ ધનાણી રહ્યા હતા. તો નાનાં બાળકો પણ રામ તથા લક્ષ્મણની વેશભૂષામાં ધૈર્ય અમિત કેશરાણી, લક્ષ્મણ સોચર, મયૂર કેશરાણી હતા. નાના બાળ હનુમાન નેહાલ ધર્મેન્દ્ર સુરાણી રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા રવજીભાઇ મેઘજી બાથાણી, જીતુભા જાડેજા, દિનેશભાઇ નાથાણી, લાલજીભાઇ રામાણી, હરિભાઇ લુહાર, હરેરામ ભગત, હિંમત રાજગોર, દિનેશ કે. જોષી, પીયૂષ રૈયાણી, ચંદુલાલભાઇ રૈયાણી, ધનસુખભાઇ ઠક્કર, પૂર્વ સરપંચ ડાહ્યાભાઇ સેંઘાણી, ભાણજીભાઇ વાલાણી, શાંતિલાલ માનાણી, કાંતિલાલ નાથાણી, મહેન્દ્રભાઇ સુરાણીએ જહેમત ઉઠાવી હતી. દયાપર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા શત્રપૂજનનો કાર્યક્રમ રખાયો હતો. સચિયાર માતાજીના મંદિરમાં તાલુકાના ક્ષત્રિય અગ્રણીઓની ઉપસ્થિતિમાં રાજુભા સોઢાના મુખ્ય યજમાન પદે શત્રપૂજા કરાઇ હતી. વિધિવિધાન વિશ્વનાથભાઇ જોષીએ સંપન્ન કર્યા હતા. બ્રિટિશ સૈનિકોનાં માથાં વાઢનારી તલવારનું પણ પૂજન થયું હતું, જે વર્ષોથી રાસુભા સોઢા હસ્તક સાચવીને રખાઇ છે. ખાતુભા સોઢા, હિંમતસિંહ ચૌહાણ, મનુભા જાડેજા, લાધુસિંહ સોઢા (સોનલનગર), લખસિંહ રાઠોડ (કોરા), અજિતસિંહ (રાપર) ઉપસ્થિત રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer