તાવના વધતા વાયરા સામે આરોગ્ય કેમ્પ યોજવા તૈયારી

તાવના વધતા વાયરા સામે આરોગ્ય કેમ્પ યોજવા તૈયારી
ભુજ, તા.8 : સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ તથા કવીઓ જૈન મહાજન ભુજના સંયુક્ત ઉપક્રમે ગ્રામીણ વિસ્તારમાં તાવના વધતા વાયરાના કારણે સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ દિવાળી સુધી કચ્છ જિલ્લામાં જ્યાં પણ જરૂર હોય ત્યાં વિનામૂલ્યે મેડિકલ કેમ્પની કરેલી જાહેરાતના અનુસંધાને ભુજની સમીપે વર્ધમાન નગર ગ્રામ પંચાયતમાં યોજાયેલા મેડિકલ કેમ્પનું દીપ પ્રાગટય કરી તેમણે જણાવ્યું હતું કે, કચ્છમાં જ્યારે જ્યારે પણ કુદરતી આફતો આવે છે ત્યારે બંને સંસ્થાઓ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર ફાયરબ્રિગેડ જેમ કાર્ય કરે છે. સ્વાગત પ્રવચન વર્ધમાન નગરના સરપંચ જ્યોતિબેન વિકમશીએ કર્યું હતું. કેમ્પમાં માધાપર પી.એચ.સીના ડો. કીર્તિભાઈ સીજુ, ડો. એસ. પી. કમલ, કવીઓના ડો. અશોક ત્રિવેદી, લેબ ટેક્નિશીયન ઈશિતા ગોર, ફાર્માસિસ્ટ કેતનભાઈ, શક્તિસિંહ જાડેજા વિગેરેએ આઠમના રજાના દિવસે હાજર રહી સેવાઓ આપી હતી. અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા હાજર રહ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ નવીનભાઈ લાલન, ઉપસરપંચ ચંદ્રસિંહ જાડેજા, પંચાયતના સભ્ય નંદાબેન બોરીચા, દીપકભાઈ લાલન, તલાટી સુખદેવ ગુર્જર, વર્ધીભાઈ પારેખ અને કવીઓના જનરલ મેનેજર અંકિત ગાલા, આરોગ્ય મિત્ર વીનેશ વિગેરેએ સહયોગ આપ્યો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer