ભુજના સરપટ નાકે એક માત્ર જાહેર મુતરડી તોડી પડાતાં રોષ

ભુજના સરપટ નાકે એક માત્ર જાહેર મુતરડી તોડી પડાતાં રોષ
ભુજ, તા. 8 : તાજેતરમાં જ ભુજમાં હાથ ધરાયેલી દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત સરપટ નાકે પુરુષોત્તમ દયાળજી પાર્ક પાસેની જાહેર મૂતરડી તોડી પડાતાં આસપાસના વેપારીઓમાં રોષની લાગણી ફેલાઇ હતી. ભુજમાં થોડા દિવસ અગાઉ  ભીડ તેમજ સરપટ નાકે દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત વેપારીઓ દ્વારા દુકાન-ઓફિસ બહાર કઢાયેલા વધારાના છાપરા સહિતનાં દબાણોને તોડી પડાયા હતા. વર્ષો બાદ ઉપરોકત વિસ્તારમાં તંત્રની કામગીરીને લોકોએ બિરદાવી હતી, પરંતુ સરપટ નાકે પુરુષોત્તમદયાળજી પાર્ક પાસે આવેલી જાહેર મૂતરડી તોડી પડાતાં લોકોમાં રોષની લાગણી ફેલાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં માત્ર એક જ જાહેર મૂતરડી હોવાથી આસપાસના વેપારીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદ ઊઠી છે. ખૂદ નગરપાલિકાએ જ બનાવેલી મૂતરડી તોડી પડાતાં જાગૃત નાગરિકોએ આશ્ચર્ય વ્યકત કર્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer