લાપતા બનેલા કચ્છી પટેલ યુવકની ભાળ મળી : કાલે પરત આવવા ધારણા

લાપતા બનેલા કચ્છી પટેલ યુવકની ભાળ મળી : કાલે પરત આવવા ધારણા
મુંબઈ, તા. 8 (અમારા પ્રતિનિધિ તરફથી) : બદલાપુરમાં રહેતા અને ઘોડબંદર રોડ પરની એક કન્સ્ટ્રકશન કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા હિતેશ સામજી પટેલ (38) શુક્રવારથી ગુમ થયા પછી આજે સવારે તે વિશાખાપટ્ટનમમાં હોવાનો તેની પત્નીને મોબાઇલ પર મેસેજ આવ્યો હતો. 38 વર્ષના કચ્છી કડવા પટેલ જ્ઞાતિના હિતેશ પટેલ બદલાપુરમાં પારસિયા હિલ્સ બિલ્ડિંગમાં રહે છે અને ઘોડબંદરની એક કન્સ્ટ્રકશન કંપનીમાં સુપરવાઇઝરની જોબ કરે છે. તેના મામા વિઠ્ઠલભાઈ પટેલ (ગઢશીશા)એ જણાવ્યું હતું કે 4 ઓક્ટોબરના રોજ સવારે 8 વાગ્યે ઘરેથી કામ પર નીકળ્યા પછી બપોરે પત્ની ઇલા પર ફોન આવ્યો હતો કે કંપનીમાં સ્લેબ ભરવાનું કામ હોઈ રાતે ઘરે આવશે નહીં એ પછી ત્રણ દિવસ સુધી પાછો ન ફર્યો. તેનો મોબાઇલ ફોન પણ બંધ મળતો હતો એટલે છેવટે રવિવારે બદલાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. એ પછી કચ્છમાં તેના મિત્રો-સગાં-સંબંધીમાં પૂછપરછ કરાઈ હતી. ક્યાંય પણ સઘડ મળ્યા નહોતા. આજે મંગળવારે સવારે તેના જ મોબાઇલ ફોન પરથી પત્ની ઇલાના મોબાઇલ ફોન પર મેસેજ આવ્યો હતો કે, હું વિશાખાપટ્ટનમ છું. બે દિવસમાં પાછો આવી જઈશ. એટલે આવતીકાલે પરત આવે તેવી ધારણા છે. નવાઈ એ વાતની છે કે, વિશાખાપટ્ટનમમાં કોઈ સગાં કે મિત્રો નથી. ત્યાં કેમ ગયો હશે તે સવાલ મૂંઝવે છે એટલે પરિવારજનો ચિંતિત છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer