ડીપીટી કામદારોના અનેક પડતર પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવા શિપિંગમંત્રીને અપીલ

ડીપીટી કામદારોના અનેક પડતર પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવા શિપિંગમંત્રીને અપીલ
ગાંધીધામ, તા. 8 : તાજેતરમાં ગાંધીધામની મુલાકાતે આવેલા કેન્દ્ર સરકારના શિપિંગ રાજ્યમંત્રી સમક્ષ ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન એચ.એમ.એસ. કંડલા દ્વારા કામદારોના વિવિધ પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવી ત્વરિત ઉકેલ લાવવા રજૂઆત કરાઈ હતી.  યુનિયનના મહામંત્રી અને લેબર ટ્રસ્ટી મનોહર બેલાણીએ શિપિંગમંત્રી મનસુખભાઈ માંડવિયા સમક્ષ મુખ્ય માગણીઓ અંગે વિસ્તૃતમાં રજૂઆત કરી હતી. પોર્ટના બાકી રહી ગયેલા કર્મચારીઓને રહેણાક પ્લોટ મામલે તેમણે જણાવ્યું હતું કે, ગાંધીધામ સંકુલમાં પોર્ટ સિવાય કોઈ પાસે જમીન ઉપલબ્ધ નથી. જેથી કામદારો પોતાના મકાન બનાવી શકે તેમ નથી. જેથી પ્લોટ આપવામાં આવે તેવો અનુરોધ કરાયો હતો. પોર્ટમાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર ભરતી કરવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી  મરીન, ફાયરબ્રિગેડ, ઓપરેશન સહિતની કામગીરીમાં અનેક પરેશાનીઓ પડે છે. આ કામો મોટી રકમનો ખર્ચ કરી ઠેકેદારીપ્રથામાં કરાવાય છે. આ પરિસ્થિતિ નિવારવા ખાલી જગ્યાઓ ભરવા અંગે મંજૂરી આપવાની દિશામાં કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી. આ ઉપરાંત બે દાયકાથી કામ કરતા કાચા કામદારોને પાકા ન કરાતા હોવાથી પરિવારોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ  પૈકી કેટલાક કામદારો અવસાન પામ્યા છે તો કેટલાક નિવૃત્ત થઈ ગયા છે. જેથી કાચા કામદારોને પાકા કરવા, પેન્શન મંત્રાલય દ્વારા કેટલાક આદેશ જારી કર્યા હોવા છતાંય પોર્ટના કામદારોને લાગુ નથી કરાયા જેમાં ફેમિલી પેન્શનરોને મોંઘવારી ભથ્થાની ચૂકવણી, ન્યૂ પેન્શન સ્કીમમાં અવસાન પામેલા કર્મચારીઓના વારસદારને ફેમિલી પેન્શન ચૂકવવું, એમ્પલોયરે 14 ટકા લેખે જમા કરાવવાના છે, પરંતુ આ એક પણ આદેશનું અમલીકણ પ્રશાસન દ્વારા કરાયું ન હોવાનું પત્રમાં જણાવાયું છે. આ રજૂઆત દરમ્યાન એલ. સત્યનારાયણ, જીવરાજ મહેશ્વરી, અર્જુન આયડી  વગેરે જોડાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer