આદિપુરમાં વરિષ્ઠ નાગરિકો માટે ઝડપી ચાલ સ્પર્ધા યોજાઈ

આદિપુરમાં વરિષ્ઠ નાગરિકો માટે ઝડપી ચાલ સ્પર્ધા યોજાઈ
ગાંધીધામ, તા. 8 : આદિપુરના જય અંબે શકિત મહિલા મંડળ દ્વારા સિનિયર સિટીઝન ડે નિમિતે  વડીલો માટે ઝડપી ચાલ(ફાસ્ટ વોક )સ્પર્ધા યોજાઈ હતી. વરિષ્ઠ નાગરિકો માટે આયોજીત  આ  હરીફાઈમાં 12 ભાઈ અને બહેનો ભાગ લીધો હતો. જેમાં ભાઈઓ  વિભાગમાં ત્રિલોકીનાથ રાય પ્રથમક્રમે, ધનરાજ તોષનીવાલ બીજાક્રમે તથા બહેનો વિભાગમાં  સાવિત્રીબેન તોષનીવાલ પ્રથમક્રમે અને  નયનાબેન ભટ્ટ બીજા ક્રમે  વિજયી બન્યા હતા.  આ વેળાએ  પ્રદીપભાઈ જોષી અને ડો.નરેશભાઈએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. આ જ પ્રકારે અવારનવાર આવા  આયોજન  થતા રહે તેવો સૂર  કાર્યક્રમમાં વડીલોએ વ્યકત કર્યો  હતો. કાર્યક્રમનું સંચાલન નૈષિધીબેન અંજારિયાએ કર્યું હતુ. આયોજનમાં  ઉષાબેન ગોસ્વામી, મુકેશભાઈ અન્ગ્રીશ, ખુશ્બૂબેન સમીરભાઈ ગોસ્વામી વગેરે સહકાર આપ્યો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer