રેલવેમાં ખાનગીકરણ એ કર્મચારી આજીવિકા ઉપર સીધો હુમલો છે

રેલવેમાં ખાનગીકરણ એ કર્મચારી આજીવિકા ઉપર સીધો હુમલો છે
ગાંધીધામ, તા. 8 : રેલવે મંત્રાલય દ્વારા તેજસ એક્સપ્રેસના કરાયેલા ખાનગીકરણના નિર્ણય સામે વેસ્ટર્ન રેલવે એમ્લોયઝ યુનિયન દ્વારા ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન   કરાયું હતું. યુનિયનની ગાંધીધામ શાખાના સચિવ હરફુલ કુમાવતના નેતૃત્વમાં વિરોધ પ્રદશર્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ `રેલ બચાઓ, દેશ બચાઓ', `હમારી એકતા ઝિંદાબાદ' સહિત ખાનગીકરણના નિર્ણય વિરુદ્ધ સૂત્રોચ્ચારોથી સ્ટેશન પરિસરને ગજવ્યું હતું. યુનિયનના સભ્યો પદાધિકારીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી ખાનગીકરણની નીતિ સામે ભારોભાર આક્રોશ વ્યકત કર્યો હતે. યુનિયનના અમદાવાદ ડિવિઝનના પ્રચાર-પ્રસાર મંત્રી સંજય સૂર્યબલિએ જણાવ્યું હતું કે, તેજસ ટ્રેનના ખાનગીકરણનો નિર્ણય રેલવે કર્મચારીઓ અને તેમની આજીવિકા ઉપર સીધો હુમલો છે, જ્યારે પ્રતિકૂળ સંજોગોમાં પણ રેલવે કર્મચારીઓ ભારતીય રેલવેને  સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે, દરેક પડકારોનો સામનો કરી રહ્યા છે, ત્યારે આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા કરાતા ખાનગીકરણના પ્રયાસને યુનિયન દ્વારા વખોડવામાં આવ્યો હતો. મંડલ મંત્રી એચ.એસ.પાલ અને અધ્યક્ષ દિનેશ પંચાલના માર્ગદશન હેઠળ અમદાવાદ ડિવિઝનમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરાયા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer