બીજા દાવમાં વધુ ધારદાર બની જાય છે શમી !

નવીદિલ્હી, તા.8: ટીમ ઈન્ડિયાનો ઝડપી બોલર મોહમ્મદ શમી છેલ્લા કેટલાંક સમયથી ખતરનાક ફોર્મમાં છે. દક્ષિણ આફ્રિકા સામે પહેલા ટેસ્ટ મેચનાં બીજા દાવમાં તેણે પાંચ વિકેટ ઝડપીને ભારતની જીત સુનિશ્ચિત કરી દીધી હતી. શમીએ ફરી એકવાર ટીમમાં પોતાનું મહત્ત્વ સાબિત કરી દીધું છે. શમીનાં રેકોર્ડ ઉપર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે તે પહેલા કરતાં ટેસ્ટમેચનાં બીજા દાવમાં વધુ ઘાતક સાબિત થાય છે. શમી પહેલા 1996માં જવગલ શ્રીનાથે અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટનાં ચોથા દાવમાં પાંચ વિકેટ લીધેલી છે. આ યાદીમાં અન્ય ભારતીય બોલરમાં કરસન ઘાવરી, કપિલ દેવ અને મદનલાલ સામેલ છે. વર્ષ 2018 બાદ શમીએ ત્રીજીવાર વિરોધી ટીમનાં બીજા દાવમાં પાંચ વિકેટ ખેરવવાની સિદ્ધિ મેળવી છે. જે અન્ય કોઈપણ બોલર કરતાં ઉચેરો દેખાવ છે.  તેણે 1પ બીજી ઈનિંગ્સમાં 17.70ની સરેરાશથી 40 વિકેટ મેળવેલી છે. તેની સામે પહેલા દાવમાં તેણે 16 ઈનિંગ્સમાં 37.પ6ની સરેરાશથી માત્ર 23 વિકેટ ઝડપેલી છે. પહેલા દાવમાં તેનો શ્રેષ્ઠ દેખાવ 64 રનમાં ત્રણ વિકેટનો રહ્યો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer