ઓસ્ટ્રેલિયાની ટી-20 ટીમમાં સ્મિથ, વોર્નરની વાપસી

નવીદિલ્હી, તા.8 : ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આજે પાકિસ્તાન અને શ્રીલંકા વિરુદ્ધ યોજાનારી હોમ સીરીઝ માટે પોતાની 14 સદસ્યોની ટી-20 ટીમની ઘોષણા કરી દેવામાં આવી છે. આ શ્રેણી સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ આગામી વર્ષે પોતાનાં ઘરઆંગણે જ યોજાનારી આઈસીસી વર્લ્ડ ટી-20ની તૈયારીમાં પણ લાગી જશે. ઓસ્ટ્રેલિયાની ટી-20 ટીમમાં ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથની વાપસી થઈ ગઈ છે. જ્યારે માર્ક્સ સ્ટોયનિસને ટીમમાં જગ્યા મળી નથી. ઓસ્ટ્રેલિયાને શ્રીલંકા વિરુદ્ધ ત્રણ ટી-20 મેચની શ્રેણી રમવાની છે અને ત્યારબાદ પાકિસ્તાન સામે પણ એટલા જ મેચની સીરીઝ છે. આ બન્ને શ્રેણીઓ ઓસ્ટ્રેલિયામાં જ રમાવાની છે. શ્રીલંકા વિરુદ્ધ 27 ઓક્ટોબરથી સીરીઝનો આરંભ થશે. ટીમ: એરન ફિંચ (કેપ્ટન), એશ્ટન એગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ, ગ્લેન મેક્સવેલ, બેન મેક્ડરમોટ, કેન રિચર્ડ્સન, સ્ટીવ સ્મિથ, બિલી સ્ટાનલેક, મિશેલ સ્ટાર્ક, એશ્ટન ટર્નર, એન્ડ્રુ ટાઈ, ડેવિડ વોર્નર, એડમ જામ્પા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer