અંજારમાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો

અંજાર, તા. 8 : શહેર ભા.જ.પ. પક્ષનો આંતરિક ?જૂથવાદ ફરી એક વખત બહાર આવ્યો હતો. સુધરાઈ તેમજ શહેર તાલુકા ભા.જ.પ.માં અંદરોઅંદર ચાલતી હુંસાતુંસી, નાની-મોટી ચકમક ઝરવી તેમજ હિસાબની લેતી-દેતીના પ્રશ્નોની વચ્ચે આજે ગાંધી સંકલ્પ યાત્રામાં જાહેરમાં બોલાચાલીથી જોણું થયું હતું. આજે યોજાયેલી ગાંધી સંકલ્પ યાત્રામાં રેલી બાદ સમાપન સમયે કાર્યક્રમમાં જિલ્લા ભા.જ.પ.ના એક અગ્રણી હોદ્દેદારનું નામ-સન્માન ભુલાતાં કાર્યક્રમ બાદ આ પ્રશ્ને મોટી ઉગ્ર ચર્ચા અને સામસામે આક્ષેપબાજી થઈ હતી. હાજર રહેલા લોકોનો તેમજ  પક્ષના અગ્રણીઓનો સંપર્ક?કરતાં આ બનાવ અંગે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય સમયથી નાના કાર્યકરો, સુધરાઈના નગરસેવકો, સેવિકાઓની સતત અવગણના કરાય છે, તેમના વિસ્તારનાં કામોને નજરઅંદાજ કરાતાં આવા કાર્યકરો - નગરસેવકો નિક્રિય થઈ ગયા છે. આજે બનેલી આ ઘટનાને દુ:ખદ ગણાવી પક્ષના વર્ષો જૂના મોભીનું માન-સન્માન ન જળવાયું તે ઘટનાને નુકસાનકર્તા ગણાવી હતી. શહેરના પક્ષના જ એક અગ્રણીના દોરીસંચારથી  શહેરના સંગઠન અને સુધરાઈમાં તેના હસ્તક્ષેપથી અનેક સમસ્યાઓ ઊભી થતી હોવાનું બહાર આવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer