`મહાજન માવતરના દ્વારે'' હેઠળ લોહાણા સમાજની નવતર પહેલ

રાપર, તા. 8 : અહીંના લોહાણા મહાજન પ્રમુખ રાજેશભાઇ ચંદેના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં `મહાજન માવતરના દ્વારે' હેઠળ વડીલોના ઘરે જઇ વંદના કરવી, આગામી 220મી જલારામ જયંતીની ઉજવણી, આધુનિક ટેલેન્ટ શો સહિતના કાર્યક્રમોનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. પ્રારંભે પ્રાર્થના બાદ ઉપપ્રમુખ વિપુલભાઇ રાજદે દ્વારા શાબ્દિક સ્વાગત ત્યારબાદ ઉપપ્રમુખ વસંતલાલ આદુઆણીએ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપતો શોક ઠરાવ રજૂ કર્યો હતો. તેમજ આગામી 220મી જલારામ જયંતી વેશભૂષા, શોભાયાત્રામા સમૂહ મહાઆરતી તથા મહાપ્રસાદ તેમજ આગામી નવેમ્બરમાં રાપર ટાઉન હોલમાં આધુનિક ટેલેન્ટ શોનું આયોજન સહિતના કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત સામાજિક પ્રસંગોમાં ઘેર આવન જાવનની લુપ્ત થતી પ્રથાના કારણે તેમાં બદલાવ લાવી `મહાજન માવતરના દ્વારે' હેઠળ સમાજના વડીલોને મહાજન તેમના ઘેર જઇ વડીલ વંદના કરે તેવો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. આ બેઠકમાં તુલસીભાઇ ચંદે, પ્રતાપભાઇ મીરાણી, પારસ માણેક, મહેન્દ્રભાઇ ઠક્કર, મુકેશભાઇ ઠક્કર, ઘનશ્યામ મજેઠિયા, દિનેશભાઇ ચંદેએ વિચારો રજૂ કર્યા હતા. પ્રભુલાલ રાજદે, ઉમેદભાઇ ચંદે, હરેશભાઇ મીરાણી, પ્રભુલાલ ચંદે, સગાળભાઇ ચંદે, જય રાજદે વગેરે ઉપસ્થિત રહ્યા  હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer