નખત્રાણા ફોજદાર સામે ધમકી અને અયોગ્ય શબ્દોના પ્રયોગની ઉચ્ચ સ્તરે ફરિયાદ

ભુજ, તા. 8 : નખત્રાણા તાલુકાના દનણા ગામે ખાનગી કંપની સુઝલોન દ્વારા શિવમંદિરની જમીનમાં બળપ્રયોગ સાથે થાંભલાઓ નાખવા દરમ્યાન પૂજારી મોહનભારથીને ધાકધમકી થવા બાબતે રજૂઆત કરવા ગયેલા પ્રતિનિધિ મંડળ સાથે નખત્રાણા ફોજદારે અયોગ્ય વર્તન કર્યાની ફરિયાદ ઉચ્ચ સ્તરે કરવામાં આવી છે. દેવપર ગઢ (માંડવી)ના શિવજી હરશી ધેડા સાથે ગામના અગ્રણીઓ પોલીસ મથકે ફોજદારને મળ્યા ત્યારે તેમણે ધાકધમકી સાથે અયોગ્ય શબ્દોનો પ્રયોગ કર્યો હોવાની ફરિયાદ લેખિતમાં જિલ્લા પોલીસ અધીક્ષક સમક્ષ કરાઇ હતી. આ બાબતે યોગ્ય પગલાં લેવાય તેવી તેમણે માગણી કરી હતી. દલિત અધિકાર મંચના પ્રમુખ નરેશ મહેશ્વરીએ પણ આ વેળાએ એસ.પી. સમક્ષ રજૂઆત કરી હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer