ખારીરોહરમાં વીજ સગડી સળગતાં પાંચ જણ દાઝ્યા

ગાંધીધામ, તા. 8 : તાલુકાના ખારીરોહર ગામમાં વીજ સગડીમાં આગ લાગતાં પાંચ લોકો દાઝી ગયા હતા. આ બનાવ અંગે પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ ખારીરોહર ગામમાં આજે સવારે પીર કોલોનીમાં આ ઘટના બની હતી. એક ઘરમાં પરિવારના લોકો વીજ સગડી ઉપર ચા બનાવી રહ્યા હતા ત્યારે ચા ઉભરાઈને સગડી ઉપર પડતાં વીજરેષા વગેરે સળગી ગયા હતા. જેમાં ગુલામ ઈશાક ટાંક, અકબર દાઉદ ટાંક, રૂકશાના જુમા ટાંક, તુગરાબેન અકબર ટાંક, કદુ ગુલામ ટાંક દાઝી ગયા હતા. દાઝી જનારા આ લોકોને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં એ લોકોની હાલત વધુ ગંભીર જણાતાં તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને તેમને સારવાર હેઠળ રખાયા હતા. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer