ગાંધીધામમાં દક્ષિણ કોરિયન પદ્ધતિથી નિ:શુલ્ક સારવાર

ગાંધીધામ, તા. 8 : શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી કોઈ પ્રકારની દવા અને ઈન્જેકશન વગર  વિના મૂલ્યે નુગા બેસ્ટ થર્મેલ બેડ થેરાપી (કુદરતી ઉપચાર) માધ્યમથી  6300  લોકોને સારવાર અપાઈ  હતી. સેકટર -1માં મામલતદાર કચેરી રોડ  આવેલા નુગા બેસ્ટ થર્મેલ બેડ થેરાપી સેન્ટરમાં  સોમથી શનિ સુધી સવારે 9 થી 6 વાગ્યા સુધી  સારવાર અપાય છે. આ થેરાપીમાં  લોહીનું દબાણ (બી.પી), સૂગર, થાઈરોઈડ, કોલેસ્ટેરોલ, સાઈટીકા, ઘૂંટણની સારવાર, વજન ઘટાડવું, કરોડરજજુ, સંધિવા, માઈગ્રેન સહિતના રોગોનું નિદાન દક્ષિણ કોરિયાના સાધનો વડે  સારવાર અપાય છે.  આ સેન્ટરમાં દરરોજ  130થી 150 જેટલા લાભાર્થીઓ  નિ:શુલ્ક લાભ લે છે. જેમાં  કનુભાઈ કોટક અને કલ્પનાબેન કોટક  તથા તેમની ટીમ   માર્ગદર્શન આપી રહી છે. તાજેતરમાં  નુગા બેસ્ટ સાઉથ કોરિયન કંપનીના મેનેજીંગ ડાયરેકટર કિંગ ગાંધીધામ સેન્ટરની મુલાકાતે આવતા તેનું સન્માન કરાયું હતું.  વધુ માહિતી માટે મો. કનુ ભાઈ કોટક મો. 9879322727 ઉપર સંપર્ક  કરવા એક યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer