રવિવારે કચ્છી સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર અર્પણ સમારોહ

ભુજ, તા. 8 : કચ્છી સાહિત્ય અકાદમી, ગાંધીનગરના વર્ષ 2017-18નો ગૌરવ પુરસ્કાર અર્પણ સમારોહ ભુજ મધ્યે રવિવારે યોજાશે. કચ્છી સાહિત્યકારો માટે આ પુરસ્કાર શિરમોર છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડયાના અધ્યક્ષ સ્થાને આયોજિત  આ સમારોહમાં વર્ષ 2017 માટે  પ્રભાશંકર ફડકે તથા વર્ષ 2018 માટે ડો. કાંતિ ગોર `કારણ'ને અર્પણ કરાશે.  આ કાર્યક્રમ 13મી ઓકટો.ના ભુજના હોસ્પિટલ રોડ સ્થિત રોટરી હોલ ખાતે સાંજે 5 થી 7 દરમ્યાન યોજાશે, તેવું સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. અજયસિંહ ચૌહાણે જણાવ્યું હતું. કચ્છમિત્રના બન્ને કટાર લેખકોનું કચ્છના સાહિત્યમાં ખાસ યોગદાન રહ્યું છે. પ્રભાશંકરભાઈ ફડકેએ કચ્છી સાહિત્ય અકાદમીની બંધારણ સમિતિમાં રહી યોગદાન આપ્યું હતું તો ડો. કાંતિભાઈ ગોર કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ રહેવાની સાથે કચ્છી સાહિત્ય અકાદમીના મુખપત્ર ચિંગારનું સંપાદન પણ સંભાળી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer