ગરબા-સંગીતના તાલે ઝૂમી ઊઠયા ભુજવાસીઓ

ગરબા-સંગીતના તાલે ઝૂમી ઊઠયા ભુજવાસીઓ
ભુજ, તા. 22 : વડોદરાના યુનાઈટેડ સ્ટાઈલના ગરબા સાથે ભુજવાસીઓ આજે ઝૂમી ઊઠયા હતા. ટીમ રાહગિરિ દ્વારા આયોજિત `રાત્રિ બિફોર નવરાત્રિ'માં એક તરફ ગરબાનો વર્કશોપ તો સાથે સૌ પ્રથમવાર અશ્વત્થામા ડ્રમ વાજિંત્રની પરફોર્મન્સે માહોલ જમાવી દીધો હતો. `કચ્છમિત્ર' રાહગિરિમાં મીડિયા પાર્ટનર છે. નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ભુજના ઉત્સાહી ખેલૈયાઓને આજે અહીં હોટલ વિરામના સંકુલમાં જતિન યાદના રિધમ : ધ ડાન્સ કેફેના જાણીતા કોરિયોગ્રાફર મનીષ ભાટી અને તેમની ટીમે વડોદરાના યુનાઈટેડ સ્ટાઈલના ગરબા શીખવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વળી આ વર્કશોપમાં રજિસ્ટ્રેશન કરાવનારા ખેલૈયાઓ તા. 29/9ના પ્રથમ નોરતે હિલગાર્ડન ખાતે આયોજિત રોટરી વોલસિટી નવરાત્રિમાં તેમજ તા. 30/9ના બીજા નોરતે ડ્રીમ્સ ખેલૈયા નવરાત્રિમાં પ્રથમ રાઉન્ડની હરીફાઈમાં ફ્રી એન્ટ્રી મેળવીને  ભાગ લઈ શકશે.  જેમણે પોતાના એન્ટ્રી બેઝ-પાસ હજી સુધી મેળવ્યા નથી તેમને રાહગિરિ દ્વારા તેમના મોબાઈલ નંબર પર મેળવી લેવાની જાણ કરાશે. કચ્છના જાણીતા ડ્રમ પ્લેયર સોયમ લાડકાએ ખાસ તૈયાર કરેલા અશ્વત્થામા ઈન્સ્ટ્રુમેન્ટને પણ આજે અહીં પહેલીવાર રજૂ કરાયો હતો અને સોનામાં સુગંધનો માહોલ સર્જાયો હતો. વિરામ હોટલના સાત્ત્વિકદાન ગઢવીનો સહયોગ મળ્યો હતો. રાહગિરિની ઈવેન્ટના સ્પોન્સર ગુજ્જુસ મસાલા અને પી.પી.એસ.સી. ક્લબ ઉપરાંત જી. કે. બજાજ, કે.સી. જ્વેલર્સ, મારવાડી યુનિવર્સિટી, ખાવડા મેસુકઘર, કતિરા ઈમેજિંગ સેન્ટર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer