કચ્છના માછીમાર અધિકાર સંઘર્ષ અને સંગઠનને આંતરરાષ્ટ્રીય એવોર્ડ

કચ્છના માછીમાર અધિકાર સંઘર્ષ અને સંગઠનને આંતરરાષ્ટ્રીય એવોર્ડ
મુંદરા, તા. 22 : પર્યાવરણના ક્ષેત્રનો મહત્ત્વનો કહી શકાય એવો `ચિકો મેન્ડસ' એવોર્ડ માછીમાર અધિકાર સંઘર્ષ સંગઠન અને સેન્ટર ફોર ફાયનાન્સિયલ એકાન્ટીબિલિટીના જનરલ સેક્રેટરી ભરતભાઈ પટેલ (ભદ્રેશ્વર)ને મળ્યો છે. વિશ્વ બેંકને કાયદાના દાયરામાં લાવવા માટે છેક અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાંથી ન્યાય મેળવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવનાર ભરતભાઈ પટેલને સિયારા ક્લબ (એન્વાયરમેન્ટ ક્લબ) વોશિંગ્ટન (યુ.એસ.)ના કમિટી ચેરમેન મિસીસ એલિજાડેવિસ દ્વારા કેલિફોર્નિયા ઓક્લેન્ડની હોટલ મેરીએટ સિટી સેન્ટર ખાતે આપવામાં આવ્યો હતો. યુ.એસ.ની સુપ્રીમ કોર્ટમાં ત્રગડીના માછીમાર બુઢા ઈસ્માઈલ તથા અન્ય પાંચ વ્યક્તિઓ દ્વારા  સી.જી.પી.એલ. (ટાટા પાવર)ને નાણાકીય મદદ કરનાર વિશ્વ બેંક વિરુદ્ધ દાદ માગવામાં આવી હતી. આ કેસનો આશરો લઈને દુનિયાના અન્ય દેશોએ પણ વિવિધ વિશ્વસ્તરની કોર્ટોમાં દાદ માગી છે. આ પ્રકારનો ઈન્ટરનેશનલ એવોર્ડ મેળવનારા ભરતભાઈ પ્રથમ ભારતીય છે. ચિકો મેન્ડસ એવોર્ડ છેક ઈ.સ. 1884થી શરૂ કરવામાં આવ્યો છે. સિયારા ક્લબ પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી યુ.એસ.ની મહત્ત્વની સંસ્થા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer