નખત્રાણાની હોસ્પિટલમાં નવા બે વિભાગોનું લોકાર્પણ

નખત્રાણાની હોસ્પિટલમાં નવા બે વિભાગોનું લોકાર્પણ
નખત્રાણા, તા. 22 : છેલ્લા ચૌદ વર્ષથી અહીં કાર્યરત પાટીદાર સર્વોદય સેવા સંઘ સંચાલિત દેવાશિષ હોસ્પિટલ ખાતે બે નવા વિભાગ કાન, નાક, ગળા તેમજ બાળકો માટેનો પીડિયાટ્રિક વિભાગનું લોકાર્પણ સાંસદ વિનોદભાઇ ચાવડા, ટ્રસ્ટના પ્રમુખ  કીર્તિભાઇ મનજી સાંખલા તેમજ ઉપસ્થિતોને હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજીત કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા કીર્તિભાઇ સાંખલાએ કહ્યું હતું કે, વડીલોના આશીર્વાદથી  દેવાશિષમાં ઉત્તરોતર વિભાગો શરૂ થઇ રહ્યા છે. માનવ સેવાનું કાર્ય વડીલોને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ સમાન છે. હાલ જે હોસ્પિટલ છે તે પાંત્રીસ હજાર ફૂટના બાંધકામમાં છે. ભવિષ્યમાં  ઉપરના માળનું નિર્માણ કરવાનું આયોજન છે.  તો ડોક્ટર મળતાં આયુર્વેદિકનો પણ વિભાગ શરૂ કરવા પ્રયત્નશીલ છીએ. ત્રણે તાલુકાના લોકોના આશીર્વાદથી અહીં જે માનવ સેવાનું કાર્ય થઇ રહ્યું છે તે ખરેખર સાચા અર્થમાં પ્રભુ સેવા છે. સાંસદ વિનોદભાઇ ચાવડાએ કહ્યું હતું કે, સમગ્ર પશ્ચિમ કચ્છના ત્રણેય તાલુકા દેવાશિષ હોસ્પિટલના માધ્યમથી આરોગ્યની સેવા દિન પ્રતિદિન અલગ અલગ પ્રકારે જરૂરતમંદ દર્દીઓના સારા ડોક્ટરોની સેવા સાથે મળી રહી છે, તેમાંય બે વિભાગોનો ઉમેરો થતાં સારવારમાં વધારો થયો છે. સાથે સરકારી યોજનાઓ જોડી લાભાર્થીઓને સેવા મળતાં રાહતરૂપ છે. વધુમાં તેમણે પ્રમુખ કીર્તિભાઇ મનજી તથા ટ્રસ્ટીઓની ભાવના સંવેદનાઓને બિરદાવી હતી. લોકોને કઇ રીતે નિ:શુલ્ક આરોગ્ય સેવા મળી રહે તે માટે તેમના પ્રયાસો છે. તો આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પ્રાંત અધિકારી ગોવિંદસિંહ રાઠોડે ડો. શાંતિલાલ સેંધાણીએ પણ બાળકો માટે વિભાગની અત્યંત જરૂર હતી તે શરૂ થતાં ભુજના ધક્કાથી બચશે. બાળકોને સારવાર મળી રહેશે. આ અગાઉ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ થયો હતો. ટ્રસ્ટના ટ્રસ્ટી મોહનભાઇ ધોળુએ  મહેમાનોનું શાબ્દિક સન્માન સ્વાગત કર્યું હતું. સાંસદનું  કીર્તિભાઇ સાંખલાએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. તો ઉપસ્થિત મહેમાનો જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ, સા. ન્યાય સમિતિના વસંતભાઇ વાઘેલા, સરપંચ ચંદનસિંહ રાઠોડ, જયસુખભાઇ પટેલ, રાજેશભાઇ પલણ, મામલતદાર  પ્રવીણસિંહ જેતાવત, તાલુકા બ્લોક હેલ્થના ડો. પ્રસાદનું દિનેશ સાંખલા, લાલજીભાઇ રામાણી, હસમુખભાઇ સાંખલા, રતનશીભાઇ ભીમાણી, છગનલાલ રંગાણી, મોહનભાઇ લીંબાણી, કેશુભાઇ લીંબાણી, દિનેશભાઇ નાથાણીએ પુષ્પગુચ્છ આપી શાલથી  સન્માન કર્યું હતું. તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાલોડિયા, સભ્ય મંજુલાબેન નાથાણી, મંગળાબેન, ગંગાબેન રામાણીનું સન્માન થયું હતું. આ પ્રસંગે ગાયનેક ડો. શકિતસિંહ વાઘેલા, એમ.ડી. ડો. બિપિનભાઇ પટેલ, ડો. સાગર લાલાણી, ડો. ચિંતન પટેલ, ડો. સાદનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા હોસ્પિટલની ટીમ સહયોગી રહી છે. સંચાલન મોહનભાઇ લીંબાણીએ જ્યારે આભારવિધિ લાલજીભાઇ રામાણીએ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer