સભાસદોના સહિયારા સહકારથી બેંક અચૂક પ્રગતિ કરી શકે

સભાસદોના સહિયારા સહકારથી બેંક અચૂક પ્રગતિ કરી શકે
ભુજ, તા. 22 : સભાસદોના સહિયારા સહરકારથી બેંક પ્રગતિ જરૂર કરી શકે તેવો વિશ્વાસ ભુજ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક (બીસીસીબી)ની 47મી વાર્ષિક સાધારણ સભામાં રવિવારે વ્યક્ત કરાયો હતો. બેંકના અધ્યક્ષ હિતેશ ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજિત સભામાં પ્રોજેક્ટરથી ગત સભાની મિનિટ્સના વાચનના નવતર પ્રયોગને વધાવી લેવાયો હતો. આ અવસરે ઉપસ્થિત કેડીસીસી બેંકના અધ્યક્ષ દેવરાજ ગઢવી, એમ.ડી. ઇન્દ્રજિતસિંહ જાડેજાને બીસીસીબીના ઉપાધ્યક્ષ રમેશ મહેશ્વરી, શશિકાંત ઠક્કરે સન્માનીત કર્યા હતા. એમ.ડી. ગોદાવરીબેન ઠક્કર, ડાયરેક્ટર મધુકરભાઇ ઠક્કર, ચેતન શાહ, કલ્પેશ ઠક્કર, ગૌતમ ઠક્કર, સભાસદો પ્રબોધ કોઠારી, વિશનજી ઠક્કર, નયન પટવા સહિત સભ્યોએ જોડાઇ સૂચનો કર્યા હતા. બેંકના ડાયરેક્ટર કમલેશ કારિયાએ આભારવિધિ કરી હતી. બેંકના જનરલ મેનેજર ધીરેન મજેઠિયાએ સંચાલન કર્યું હતું. ભીડ બજારના મેનેજર હેમંત પલણ, નખત્રાણા શાખા મેનેજર જયભાઇ બુદ્ધદેવ, સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer