મોટા અંગિયામાં પ્લાસ્ટિક મુક્તિ અભિયાનનો આરંભ : ઘન કચરા નિકાલ માટે ટ્રેકટર-ટ્રોલી અર્પણ

મોટા અંગિયામાં પ્લાસ્ટિક મુક્તિ અભિયાનનો આરંભ : ઘન કચરા નિકાલ માટે ટ્રેકટર-ટ્રોલી અર્પણ
મોટી વિરાણી, (તા. નખત્રાણા), તા. 22 : 25 વર્ષ પહેલાંની સ્થિતિ કરતાં હાલની પરિસ્થિતિ સારી છે બાળકો માટે સારા દિવસો છે. પહેલાં કરતાં હાલનું શિક્ષણ સ્તર વધ્યું છે. વીજળી, પાણી, સફાઇની વ્યવસ્થામાં સુચારુપણું રહ્યું છે.  લોકોમાં જાગૃતિ આવી. નર્મદા ગુજરાતની જીવાદોરી સમાન છે.  એવું નખત્રાણા તાલુકાના વિકાસ તરફ ડગ માંડતા અને જિલ્લા પંચાયતના વિથોણ બેઠક હેઠળના મોટા અંગિયા ગામે ગયા   સપ્તાહ ઉજવણી કાર્યક્રમમાં સૂર વ્યક્ત કરાયો હતો. આ પ્રસંગે ઘન કચરાના નિકાલ માટે ટ્રેકટર અને ટ્રોલીનું લોકાર્પણ મોટા અંગિયા પ્લાસ્ટિક મુક્ત અભિયાનનો  પ્રારંભ કરાયો હતો. અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગ્ટય બાદ બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું. વડાપ્રધાનના જન્મ દિવસે કેક કાપીને સ્વાગત પ્રવચન કરતાં મોટા અંગિયાના ઇકબાલ ઘાંચીએ જણાવ્યું કે  ગામમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરૂ કરીને નવી વ્યવસ્થા ઘન કચરોનો  રોજબરોજ નિકાલ થશે. તેમણે ગામમાં સફાઇમાં લોકોને સહકાર આપવા અનુરોધ કર્યો હતો. ટીડીઓ શ્રી ભાલોરિયાએ જણાવ્યું કે, નર્મદા ગુજરાતની જીવાદોરી સમાન છે. ગાંધીજીની 150મી જયંતી સ્વચ્છ એ સેવા અભિયાન હેઠળ પ્લાસ્ટિકની થેલી બંધ થાય  તેમજ પાણીનો સાવચેતીથી ઉપયોગ કરવા શીખ આપી હતી. પ્રવીણસિંહ જેતવતે પશુઓને જન્મથી રસીકરણ કરવાનું કહ્યું હતું. નખત્રાણા તા.પં.ના પ્રમુખ નયનાબેન પટેલે નર્મદા નીરની ખુશી વ્યકત કરી ઉમેર્યું કે, વિકાસ, આરોગ્ય, સ્વચ્છતા અન્ય ગામો માટે પ્રેરણા સમાન છે. સાથે વડાપ્રધાનના જન્મદિનની વધાઇ આપી હતી. સામતભાઇ મહેશ્વરી, જિ.પં.ની વિથોણ બેઠકના ઉમેદવાર કેસરબેન મહેશ્વરી દ્વારા પાંચ કુપોષિત બાલકોને દત્તક લેવાયા હતા. જેની છ મહિના સુધી દેખરેખ રખાશે. જયસુખભાઇ પટેલ, દિલીપભાઇ?નરસિંગાણી, વિથોણ જિલ્લા પંચાયતની બેઠકના સરપંચો, તાલુકા પંચાયતના મીરાબેન, ગ્રામ પંચાયતના કલાભાઇ, ખીમજીભાઇ, નીતાબેન શાહ, હારૂનભાઇ, નાથીબેન, દેવલબેન મારવાડા, તલાટી વિરલબેન, આચાર્ય હરદેવસિંહ, આશાવર્કર ભારતીબા તથા આંગણવાડી કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મનોજભાઇએ કર્યું હતું. કાર્યક્રમ દરમ્યાન પોષણ આહાર ઉજવણી અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઇ હતી અને ઇનામો અપાયા હતા. આયુષ્યમાન કાર્ડના કેમ્પમાં 87 કાર્ડ બનાવીને વિતરણ કરાયું હતું. 0થી 5 વર્ષના તંદુરસ્ત બાળકોની હરીફાઇમાં 3 તંદુરસ્ત બાળકોને  ઉપસ્થિતો દ્વારા ઇનામો અપાયા હતા. છેલ્લા પ્લાસ્ટિક મુકત અંગિયા અભિયાન હેઠળ ગામમાં   પ્લાસ્ટિક પર પ્રતિબંધ?મુકાયો હોવાનું સરપંચ શ્રી ઘાંચીએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer