વાવાઝોડાની આગાહીને પગલે કંડલા બંદરે ત્રણ નંબરનું સિગ્નલ

ગાંધીધામ, તા. 22 : અરબી સાગરમાં હળવાં દબાણ અને બાદમાં તે વાવાઝોડામાં પરિવર્તિત થવાનું હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો કંડલા બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં હળવાં દબાણ બાદ તે આગામી સમયમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. જેનાં પગલે અમુક વિસ્તારોમાં હળવાંથી વધુ વરસાદી ઝાપટાં પડી શકે છે. આ વાવાઝોડું  ઓમાન બાજુ ફંટાવાની શક્યતા દર્શાવાઇ છે. તેમ છતાં તકેદારીના ભાગ રૂપે તમામ મોરચે સરકારી તંત્રોને સતર્ક રહેવા તાકીદની સૂચના આપવામાં આવી છે. તેમજ માછીમારોને આગામી સમયમાં દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. આ વાવાઝોડાનાં પગલે રાજ્યના અન્ય બંદરોની જેમ અહીંના કંડલાના દીનદયાળ બંદર ઉપર પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer