ગુજરાત રાજ્યના એચ. ટાટ આચાર્યોના પ્રશ્નોની રજૂઆતને કચ્છમાં આવકાર

કનૈયાબે (તા. ભુજ) તા. 22 : પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્યના અધ્યક્ષ ભીખાભાઇ પટેલ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ઘનશ્યામભાઇ પટેલની આગેવાનીમાં પાટણ જિલ્લાના એચ. ટાટ શિક્ષકો અમદાવાદ જિલ્લાના પ્રાથમિક શૈશિક મહાસંઘના પ્રમુખ રાકેશભાઇ ઠાકર અને અમદાવાદના અશ્વિનભાઇ શાહ દ્વારા શિક્ષણ સચિવ વિનોદરાવનો ગાંધીનગર ખાતે એચ ટાટને લગતા પ્રશ્નોની રજૂઆત કરી અને સચિવે તમામ મુદ્દાઓની છણાવટ માટે ઉપસચિવ સુબોધભાઇ જોશીને બોલાવીને સૂચના આપી લાગુ પડતા વિભાગને જાણ કરવા તથા તેમનાથી થતા તમામ પ્રશ્નો ઉકેલવા બાંહેધરી આપી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારના પ્રશ્નોની રજૂઆત અને ચર્ચાની પહેલ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના સાંનિધ્યમાં પ્રથમવાર જ સંતોષકારક રીતે કરવામાં આવી છે. મુલાકાતમાં સમગ્ર રાજ્યમાં નોકરી કરતા એચ ટાટ આચાર્યને અસર કરતા મુદા્ ઉપરની ચર્ચા કરી ઉકેલ લાવવા માટે સંગઠન સતત પ્રયત્નશીલ રહેશે તેવું રાજ્ય પ્રચાર પ્રમુખ કિશોરકુમાર પરમારની યાદીમાં જણાવ્યું હતું. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રજૂઆતને કચ્છ જિલ્લાના એચ. ટાટ શિક્ષકો અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ ખેતશીભાઇ ગજરા, મંત્રી રમેશભાઇ ગાગલ, સંગઠન મંત્રી નારાણભાઇ ગઢવી અને કોષાધ્યક્ષ હેમંતભાઇ જોશીએ આવકારી હતી. તેવું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા પ્રચાર પ્રમુખ વિક્રમપુરી ગોસ્વામીની યાદી જણાવે છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer