વિથોણમાં `િવદ્યા'' અજમાવી ખેડુ દંપતીને ધૂતવાનો દાવ જાગૃતિથી બન્યો વિફળ

વિથોણ (તા.નખત્રાણા), તા. 22 (પ્રતિનિધિ દ્વારા) : ઘરમાં કામ આવે તેવી વિવિધ ચીજવસ્તુઓના વેચાણની ફેરીનો વ્યવસાય કરવા સાથે સંમોહન અને વશીકરણ જેવી વિદ્યા અજમાવીને છેતરપિંડી કરતી ટોળકીનો દાવ આ ગામે ખેડૂત પરિવારની પુત્રવધૂની જાગૃતિ થકી વિફળ રહ્યો હતો. બે મહિના પહેલાં આ જ ઢબે એક કુટુંબને ત્યાંથી દાગીના સહિત મોટી માલમતા ધૂતી જવાયા બાદ  બે દિવસ પહેલાં વૃદ્ધ ખેડૂત દંપતી આબાદ બચી ગયા હતા.  બહાર આવેલી વિગતો અનુસાર ફેરી કરવા દરમ્યાન ગામના વૃદ્ધ દંપતીના ઘરે બે અજાણ્યા શખ્સ પહોંચ્યા હતા. વસ્તુઓના વેચાણના બહાને વાતચીતનો તંતુ સાંધીને તેઓ તેમનો કરતબ અજમાવે તે પહેલાં જ વૃદ્ધ પતિ-પત્નીના પુત્રવધૂ વાડીએથી આવી જતાં ધુતારાઓનો દાવ અખત્યાર થાય તે પહેલાં  જ વિફળ રહ્યો  હતો. બન્ને ધુતારા પરિસ્થિતિ પારખીને રફ્yચકકર થઇ ગયા હતા.  બે દિવસ પહેલાંના આ કિસ્સાના પગલે જાણવા મળેલી વધુ માહિતી મુજબ વિથોણમાં બે મહિના પહેલાં આવી જ રીતે એક ઘરમાં ગયા પછી ધુતારા ટોળકી દાગીના સહિતની મોટી માલમતા લઇ ગયા હતા. અલબત તે ઘટના દફતરે ચડી ન હતી. ગ્રામ્ય વિસ્તારમાં વાડીખેતરે જતા કિસાન સભ્યોના ઘરે વડીલો દિવસના ભાગે એકલા રહેતા હોય છે ત્યારે આવી ઘટનાઓથી સાવચેત રહેવાની અપીલ પણ કરાઇ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer