વ્યાયામશાળા વિસ્તારમાં પેટ્રોલ ચોરીનો ત્રાસ : પોલીસ પેટ્રોલિંગ ક્યારે ?

ભુજ, તા. 22 : વ્યાયામશાળા વિસ્તારની સોસાયટીઓમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી-ચપાટીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે પોલીસ આ તરફ પણ ધ્યાન આપે અને પેટ્રોલિંગ કરે તેવી માંગ ફરી એકવાર અહીંના રહેવાસીઓએ ઉઠાવી છે. વનવિહાર સોસાયટી, પૂનમ સોસાયટી, નવપ્રભાત સોસાયટી, આશાપુરા સોસાયટીના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ પેટ્રોલિંગના અભાવે તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયું છે. થોડા દિવસ પહેલાં અહીંના ઘણા વાહનોમાંથી પેટ્રોલ ચોરાઈ જવાના એક સામટા બનાવ બન્યા હતા. હવે ફરી એકવાર ચોરોએ સામૂહિક હલ્લો બોલાવી અનેક વાહનોમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરી હતી અને અમુક વાહનોને તો નુકસાન પણ કર્યું હતું. આ સોસાયટીઓના રહેવાસીઓએ અગાઉ પણ પોલીસમાં રજૂઆત કરી હતી પણ તેનો કોઈ પ્રતિસાદ મળ્યો નથી ત્યારે હવે પોલીસ આ વિસ્તારોમાં સક્રિય બને અને પેટ્રોલિંગ ચાલુ કરે તેવી માંગ ઉઠી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer