મદિરા માટે મોરબીના `વૈદ્ય''ને ધક્કો !

મદિરા માટે મોરબીના `વૈદ્ય''ને ધક્કો !
કિશોર ગોર દ્વારા-  ભુજ, તા. 21 : આરોગ્ય માટે વિદેશી પ્રકારના ભારતીય બનાવટના દારૂના સેવન કરવાની હેલ્થ પરમિટ માટે તબીબી અભિપ્રાય આપવાની મોરબીની જનરલ હોસ્પિટલના અધીક્ષકને તા. 16 સપ્ટે.ના પત્રથી રાજ્યના તબીબી સેવાઓના અધિક નિયામકે સોંપી ભુજની જનરલ હોસ્પિટલ ખાતે મહિનામાં બે વખત ફરજ બજાવવા સૂચના આપતાં ભુજની નશાબંધી અને આબકારી વિભાગની કચેરીમાં પેન્ડિંગ પડેલી 426 અરજીના નિકાલનો માર્ગ મોકળો બન્યો છે. કચ્છના હેલ્થ પરમિટ કોણ આપે તે બાબત અનિર્ણિત રહેતાં આ અરજીઓનો ભરાવો થયો છે. આ અરજીઓનો નિકાલ ન થવાથી સરકારને કચ્છમાંથી હેલ્થ પરમિટમાં ઉકેલ ન આવવાના કારણે મહિને રૂા. 10થી 12 લાખની આવક ગુમાવવી પડી રહી છે તેવું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. નશાબંધી અધિક્ષક કે. એન. ભોજક અને ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ સુરેશભાઇ?બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, વર્ષ 2019-20ના એપ્રિલથી જુલાઇના ગાળાના લીકરની ફી અને ડયુટીની મળી રૂા. 2.11 કરોડની આવક થઇ?હતી. હાલની 426 અરજીઓનો નિકાલ ન આવતાં વિદેશી દારૂના વેચાણમાં ઘટાડો આવ્યો છે. તમામ હેલ્થ પરમિટ અપાઇ જાય તો મહિને 20થી 25 લાખની સરકારને આવક થાય. કચ્છમાં થ્રી-સ્ટાર અથવા તેનાથી?ઉપરની સાત હોટલોમાં વાઇન?શોપ આવેલી છે. લીકર પરમિટધારકોને પડતી અગવડ વિશે નરેશ વચ્છરાજાણીએ જણાવ્યું કે, ભુજના બહુમાળી ભવન સ્થિત કચેરીના ઉપરના માળે ચડવામાં તકલીફ થતી હોવાથી લિફ્ટની સુવિધા હોવી જોઇએ. બીજું, 65 વર્ષ રિન્યુ ન કરાવવાના નિયમને સુધારી 60 વરસે સહીમાંથી મુક્તિ મળવી જોઇએ. ઉપરાંત મોરબીના અધીક્ષક ભુજ ખાતે સળંગ એક અઠવાડિયું હેલ્થ પરમિટની કાર્યવાહી માટે રહે તો સુગમતા રહે. ઉપરાંત એક્ઝામિનેશન અને રિન્યુઅલ ફી મળીને રૂા. 4350 કરી નખાયા છે તેમાં રાહત મળવી જોઇએ. શ્રી વચ્છરાજાણીએ ઉમેર્યું કે, એકમાત્ર કચ્છ જિલ્લાને જ મોરબીના તાબામાં મુકાયો છે, અન્ય જિલ્લાઓમાં સ્થાનિક સિવિલ સર્જનને સત્તા આપી કચ્છને અન્યાય કરાયો છે. નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી દ્વારા ગત જુલાઇ મહિનાની વિદેશી દારૂની જુદી જુદી જાતની પરમિટોની સંખ્યાની વિગતો આપતાં જણાવાયું હતું કે, નિયમ 64 હેઠળ 471, 64-એ હેઠળ 194, 64-બી હેઠળ 7, 64-સી એક્સ આર્મી મેનની 796 મળીને 1468 પરમિટ અમલી હતી. કચ્છમાં સાત વાઇન?શોપને તંત્ર દ્વારા મંજૂરી અપાઇ?છે. ભુજની સેવન સ્કાય હોટેલના વાઇનશોપ અંગે જટુભા રાઠોડે માસિક વેચાણ 40થી 50 લાખનું થાય છે. તેમણે પરમિટ?બાબતે માહિતી આપતાં જણાવ્યું કે, 40 વર્ષ ઉપરની વ્યક્તિ માગણી કરી શકે છે. 12 મહિનાની પરમિટ?માટે એક યુનિટ, 50 વર્ષ ઉપર ત્રણ યુનિટ, 55 વર્ષથી ઉપર ચાર, 65 વર્ષથી ઉપરની વ્યક્તિને પાંચ યુનિટની મંજૂરી મળી શકે. ભુજની બીજી ઇલાર્ક હોટલના વાઇન?શોપમાં મહિને અંદાજિત 12 લાખનું વેચાણ હોવાનું અભિભાઇએ જણાવ્યું હતું. ગાંધીધામના રાજવી રિસોર્ટના મેનેજર પ્રશાંતભાઇએ મહિને 1500 યુનિટનું વેચાણ હોવાનું જણાવ્યું હતું. સી. એલ. શર્મા રિસોર્ટના અનુજભાઇ તેમના વાઇન?શોપમાં મહિને અંદાજિત 25 લાખનું વેચાણ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ગાંધીધામની રેડિસન અને હોટલ હોલિડે વિલેજ રિસોર્ટ, સરોવર પોર્ટીકો, હોટલ અખિલ પેલેસ અને મુંદરામાં આરતી ઇન્ટરનેશનલ સત્તાવાર વાઇન?શોપ ધરાવતા હોવાની સત્તાવાર વિગતો પ્રાપ્ત થઇ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer