માતાના મઢમાં અન્નક્ષેત્ર માટે અન્નદાન પ્રવાહ શરૂ

માતાના મઢમાં અન્નક્ષેત્ર માટે અન્નદાન પ્રવાહ શરૂ
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 21 : અશ્વિન નવરાત્રિ દરમ્યાન દેશદેવી આશાપુરા માતાજીના શક્તિપીઠ માતાના મઢમાં ઊમટતા ભાવિકો, ભક્તો, પદયાત્રિકો માટે મહાપ્રસાદની અવિરત સેવા ચાલુ હોય છે ત્યારે માતાજીના ભક્ત દાતાઓ દ્વારા અન્નદાનનો પ્રવાહ શરૂ થયો છે. અન્નક્ષેત્ર માટે જરૂરી ચોખા, ખાંડ, સોજી, ગોળ, લોટ, બેસન સહિતની ખાદ્યસામગ્રીનું ગુપ્તદાન શરૂ થઈ ચૂક્યું છે. દાતાઓએ નામની જાહેરાત કરવાની મનાઈ કરી છે. ઉપરોક્ત તસવીરમાં રાશન ઊતરતું જોવા મળે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer