કચ્છના નવા કલેકટર સમક્ષ વિવિધ પ્રશ્નોની રજૂઆત

કચ્છના નવા કલેકટર સમક્ષ વિવિધ પ્રશ્નોની રજૂઆત
ગાંધીધામ, તા.21: તાજેતરમાં અંજાર પ્રાંત કચેરીએ આવેલા જિલ્લા કલેકટર એમ. નાગરાજનનું  ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધિમંડળે સન્માન કરી વિવિધ પ્રશ્નો મુદે રજૂઆત કરી હતી. નવા  આવેલા જિલ્લા સમાહર્તા  એમ.નાગરાજને  ગાંધીધામ-અંજાર તાલુકાની નગરપાલિકા, જીડીએ, આડા, સહિતના અધિકારીઓ સાથે સંકલનની બેઠક યોજી હતી.દરમ્યાન ચેમ્બરના  પ્રતિનિધિમંડળ તથા મહિલા વિંગના સભ્યો, મેનેજિંગ સમિતિના સભ્યો સહિતનાએ સાથે મળીને  જિલ્લા કલેકટરને સ્મૃતિચિહન આપી સન્માન કર્યું હતું. ચેમ્બર પ્રમુખ દિનેશ ગુપ્તા  તથા  પ્રતિનિધિમંડળે ગાંધીધામ-સંકુલના વિવિધ પડતર પ્રશ્નો સંદર્ભે ચર્ચા કર્યા બાદ ચેમ્બર ભવનની મુલાકાત  લેવા અનુરોધ કર્યો હતો તેવું મંત્રી આશિષ જોષીએ એક યાદીમાં જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer