ગુજરાતના જૈવિક ખેતી તેમજ ગૌસંવર્ધન પર નક્કર કાર્ય કરો

ગુજરાતના જૈવિક ખેતી તેમજ ગૌસંવર્ધન પર નક્કર કાર્ય કરો
ગાંધીધામ, તા. 21 : અહીંના આર્ય સમાજના પ્રતિનિધિ મંડળે તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલની  શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને  પ્રમુખ વાચોનિધિ આચાર્યએ આર્ય સમાજની ગતિવિધિઓ, પ્રવૃત્તિઓ અને વિવિધ પ્રકલ્પોની જાણકારી આપી હતી. નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા જીવનપ્રભાત પ્રકલ્પના પાંચ બાળકોની રાજ્યપાલ સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. તેઓએ તેમને આર્શીવાદ પાઠવ્યા હતા અને સારો અભ્યાસ કરવા શીખ આપી હતી. ગુજરાતમાં ગૌસંવર્ધન અને જૈવિક ખેતી ઉપર નક્કર કાર્ય થાય તે માટે રાજ્યપાલ ઉત્સાહિત જણાયા હતા. ગાંધીધામના દીપકભાઈ પટેલ સાથે તેમણે આ બાબતે વિસ્તૃત સંવાદ કર્યો હતો.  ગુજરાતમાં સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે કાર્યરત અખિલેશ આર્ય સાથે ચર્ચા કરી હતી. સિમલાથી ગુજરાત પધારવા બદલ વાચોનિધિ આચાર્યએ રાજ્યપાલને અભિનંદન પાઠવ્યા હતા. તેમના વિશાળ અનુભવ, દીર્ઘ દ્રષ્ટિ અને  વ્યક્તિત્વથી ગુજરાત વિવિધ  ક્ષેત્રમાં ઊંચાઈ સુધી જશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer