રાપર તાલુકામાં 2370 દર્દીએ કેમ્પનો લાભ લીધો

રાપર તાલુકામાં 2370 દર્દીએ કેમ્પનો લાભ લીધો
રાપર, તા. 21 : તાલુકામાં વિવિધ વિસ્તારોમાં નિદાન સારવાર કેમ્પો મારફતે 2370 દર્દીઓને સારવાર અપાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયત-કચ્છ આરોગ્ય શાખાના માધ્યમથી તાલુકાનાં માણાબા, ભીમાસર, બાલાસર, ફતેહગઢ, આડેસર, ગાગોદર વિ. ગામોએ આરોગ્ય સારવાર કેમ્પ યોજી નિષ્ણાત તબીબો જેવા કે જનરલ, ત્રીરોગ, બાળરોગ, ઓર્થોપેડિક વગેરેની સેવાથી આ વિસ્તારમાં હાલે વધારે વરસાદના કારણે ફેલાયેલા રોગચાળામાં દર્દીઓને સારવાર અપાઈ હતી. સ્થળ પર લોહી તપાસણી કરી જરૂરી દવા અને ગ્લુકોઝના બાટલા પણ ચડાવાયા હતા. આ વિસ્તારની સગર્ભા મહિલાઓને પ્રા.આ. કેન્દ્ર પર લાવી ત્રીરોગ નિષ્ણાત દ્વારા તપાસ કરાવી જરૂરી સારવાર તેમજ મચ્છરદાનીનું વિતરણ કરાયું હતું. દરેક ગામોમાં સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ તેમજ પ્લાસ્ટિકમુક્ત તાલુકો બનાવવા અપીલ કરાઈ હતી. પર્યાવરણની જાળવણી માટે વૃક્ષ વાવો વરસાદ લાવોના ભાગરૂપે વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા. સામાજિક શિક્ષણ શિબિર યોજીને સરકારની વિવિધ યોજનાઓ જરૂરતમંદ લોકો સુધી કેમ પહોંચે તેની માહિતી અને સાહિત્ય તેમજ નિયત નમૂનાની અરજીઓનું વિતરણ કરાયું હતું. ધો. 9માં અભ્યાસ કરતી બાળાઓને રાજ્ય સરકાર તરફથી મળતી સાઈકલોનું વિતરણ થયું હતું. તમામ કાર્યક્રમોનું દીપ પ્રાગટય જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ એ. સોઢાએ કરતા સરકારની સંખ્યાબંધ યોજનાઓ-લાભો સામાન્ય જન સુધી અધિકારી તથા પદાધિકારીઓ ખંતથી અપાવે. માહિતગાર કરે તેવો અનુરોધ કર્યો હતો. આ તમામ કાર્યક્રમોમાં ગાંધીધામ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, પૂર્વ ધારાસભ્ય રાપર પંકજભાઈ મહેતા, તા.પં. પ્રમુખ હરખીબેન ડી. વાઘાણી, જિ.ભા.ના મંત્રી વીરજીભાઈ મોર, તા.ભા.ના પ્રમુખ-મહામંત્રી ડોલરરાય ગોર, અનોપસિંહ જાડેજા, મોહનભાઈ બારડ, જિ.પં.ના સદસ્યો કરસનભાઈ મંજેરી, કાનાભાઈ આહીર, સરપંચો દેવાભાઈ ભરવાડ (ગાગોદર), અકબરભાઈ રાઉમા (માણાબા), ધનાભાઈ (બાલાસર), ભીમજીભાઈ રાજપૂત (ફતેહગઢ), ભગાભાઈ આહીર (આડેસર), રામજીભાઈ સોલંકી (ભીમાસર), કમલસિંહ સોઢા, નસાભાઈ દૈયા, બબીબેન સોલંકી, રામજીભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.  આયોજનમાં પ્રોબે. કુ. અર્પણાબેન ગુપ્તા (આઈ.એ.એસ.), મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર, જિલ્લા એપેડેમિક અધિકારી ડો. કુર્મી, ટી.એચ.ઓ. ડો. પોલ, ડો. કૃષ્ણસિંહ જાડેજા, ડો. કૌશિક જરૂ, ડો. પ્રકાશ કારિયા, ડો. લાલજી રાઠોડ, ડો. ઋતિકાબેન ગોહિલ, ત્રીરોગ નિષ્ણાત ડો. ચિરાગ સુથાર, ડો. ખડિયા બદરીદાને સેવા આપી હતી. તા.વિ.અ. શ્રી ચાવડા, આર.એફ.ઓ. (વિસ્તરણ) શ્રી પરમાર સહિત વિવિધ વિસ્તારોના મેલ-ફીમેલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજન અને સંચાલન જનજાગૃતિ અભિયાનના સંયોજક વાઘજીભાઈ પ્રજાપતિએ અને આભારવિધિ રામજીભાઈ અને જશવંતભાઈ પરમારે કર્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer