બાળકોને ગાંધીમય બનવા, શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખવા શીખ

બાળકોને ગાંધીમય બનવા, શિક્ષણની  જ્યોત પ્રજ્વલિત રાખવા શીખ
ભુજ, તા. 21 : ગાંધી જીવન પરીક્ષા કેન્દ્ર ખાતે ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ગાંધી નિર્વાણદિને 2019માં લેવાયેલી પરીક્ષામાં?ઉત્તીર્ણ છાત્રોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. માજી આચાર્ય અને પીઢ ગાંધીવાદી લાલજીભાઈ ખત્રીના પ્રમુખપદે તથા આદર્શ નિવૃત્ત શિક્ષિકા ક્ષમાબેન વૈદ્યના અતિથિપદે તેમજ એસ.ટી.ના નિવૃત્ત અમલદાર ભૂપેન્દ્રભાઈ વૈદ્યના વડપણ હેઠળ શાંતિનિકેતન પ્રા. શાળામાં કાર્યક્રમ પ્રારંભે આવકાર પ્રચારક પ્રતિમાબેન ગોરે આપ્યો હતો. આ પ્રસંગે ઉત્તીર્ણ છાત્રોને ગાંધીજીનો ફોટો અને પ્રમાણપત્રો, ઈનામો મહેમાનો ઉપરાંત કિશોરભાઈ મચ્છર, વિભાકરભાઈ અંતાણી, મહેશભાઈ ખત્રીના હસ્તે અપાયાં હતાં. ક્ષમાબેન દ્વારા એક દીકરીની ફી ભરવા સાથે શિક્ષિત કરવા દત્તક લેવાઈ હતી. ઈનામો લાલજીભાઈ ખત્રી તરફથી અપાયાં હતાં. તેમણે બાળકોને નાનપણથી જ ગાંધીમય બનવાની અને શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખવાની શુભેચ્છા પાઠવી હતી. સંચાલન પલ્લવીબેન  મોખાએ, આભારદર્શન રસીલાબેન જાદવે કર્યું હતું. શાળાના આચાર્ય?છાયાબેન અને ભૈરવીબેન વૈદ્યે શુભેચ્છા પાઠવી હતી, તેવું પ્રચારક દર્શનાબેન મુનશીએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer