કચ્છ શાખા નહેરના અટકેલાં કામો અને નર્મદાનાં વધારાનાં પાણી મુદ્દે અસંતોષનો સળસળાટ શરૂ

ભુજ, તા. 21 : કચ્છને નર્મદા યોજનાના નિયમિત પાણીના બંધ?પડેલાં કામો સત્વરે શરૂ?થાય અને ચોમાસામાં મળનારા 10 લાખ?એકર ફિટ વધારાનાં પાણીના હજુ સુધી શરૂ?ન થયેલાં કામો અંગે વેળાસર નિર્ણય આવે એ માટે વિવિધ સ્તરે રજૂઆત કરીને રાજ્ય સરકાર તથા પ્રજાકીય પ્રતિનિધિઓ પર દબાણ ઊભું કરવાના નિશ્ચય સાથે ખેડૂત આગેવાનો અને તજજ્ઞોના 25 સભ્યોની સમિતિ રચવામાં આવી છે. આ સમિતિના ઉપક્રમે કચ્છ નર્મદા પ્રશ્ને વિવિધ વિભાગોને પત્રો લખશે અને કચ્છના દશે દશ તાલુકામાં પણ સમિતિઓની રચના કરાશે. કચ્છની બંને પ્રકારની નર્મદા યોજના અનુસાર નર્મદાનાં નીર વહેતાં ન થાય ત્યાં સુધી સમિતિ કાર્યરત અને જાગૃત રહેશે તેમજ આવનારા દિવસોમાં દરેક ખેડૂત આગેવાન અને તજજ્ઞોનો સંપર્ક સાધવામાં આવશે. બે દિવસ પહેલાં અહીં વડોદરા સ્થિત કબીર પંથના શ્રી માર્ગીય સ્વામીના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં પાટીદાર આગેવાન અને નર્મદા પ્રશ્નના જાણકાર હંસરાજભાઇ?ધોળુ, મણીલાલ પટેલ, માવજીભાઇ જાટિયા, લખમશીભાઇ?વાડિયા સહિતના ખેડૂત આગેવાનો તેમજ અમદાવાદ સ્થિત કચ્છીઓની જાગૃત સંસ્થા કચ્છ ડેવલપમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ અશોકભાઇ મહેતા અને માનદમંત્રી પ્રતાપભાઇ?દંડ, સુરતથી વિનોદભાઇ માંડવિયા પણ હાજર રહ્યા હતા. અહીં એ નોંધનીય છે કે કચ્છમાં નર્મદા નદીના નિયમિત પાણીના કાર્યો છેલ્લા કેટલાય સમયથી સ્થગિત છે, પરિણામે આ પાણીનો ઉપયોગ જોઇએ તે રીતે થઇ?શકતો નથી. સાથે સાથે વધારાના પાણીના કામો બિલકુલ શરૂ?થયાં જ નથી. તેના પરિણામ સ્વરૂપે કચ્છભરમાં ખૂબ જ અસંતોષ છે. આ બાબતે કચ્છનો ખેડૂતવર્ગ અને અન્ય બુદ્ધિજીવી વર્ગ ચિંતિત હોવાથી અવારનવાર એકત્રિત થઇ આ બાબતે વિચારવિમર્શ કરતો રહ્યો છે. આના અનુસંધાને વિવિધ વિભાગોના અંદાજિત 50 જેટલસા આગેવાનોની એક બેઠક છ મહિના અગાઉ માધાપર ખાતે મળી હતી. એ પછી બે મહિના અગાઉ ખેડૂત આગેવાનોએ પણ આ અંગે ચર્ચા કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer