ભુજથી મઢ વચ્ચેના માર્ગ પર ઝાડી કટિંગ, રિપેરિંગની રજૂઆત

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 21 : આગામી દિવસોમાં નવરાત્રિ દરમ્યાન માતાના મઢમાં પદયાત્રીઓ, દર્શનાર્થીનું મોટાપાયે આગમન થવાનું છે ત્યારે ભુજથી મઢ વચ્ચેના માર્ગમાં ઝાડી કટિંગ તેમજ રસ્તા સુધારણાનાં કામો યુદ્ધના ધોરણે કરાવવા અબડાસાના ધારાસભ્યે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે.ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને એવી રજૂઆત કરી હતી કે મઢના સ્થાનિક ગામમાં રસ્તાઓ પેચિંગ, ઝાડી કટિંગ અને પુલિયાની બાજુમાં પડેલા ભૂવાઓ ક્યારે પૂરવામાં આવશે તેવો સવાલ કરીને ઉમેર્યું હતું કે, મઢમાં આરોગ્ય વિભાગે ગટરનાં પાણીમાં દવાનો છંટકાવ કરવા ઉપરાંત અલગ રેશનકાર્ડવાળાને ગેસ જોડાણ આપવા, મા કાર્ડ, અમૃતમ કાર્ડ, આયુષ્માન કાર્ડ, આધારકાર્ડ વિગેરે માટે ખાનગી એજન્સીની કાયદેસરની ફી જણાવવા જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ માટે રજૂઆત કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer