વર્લ્ડ કુસ્તી : દીપક પુનિયા ફાઈનલમાં

નૂર સુલ્તાન (કઝાખસ્તાન), તા. 21 : ભારતના દીપક પુનિયાએ આજે અહીં વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચીને આગામી વર્ષે ટોકિયોમાં આયોજિત ઓલિમ્પિક્સની ટિકિટ પાકી કરી લીધી છે. પુનિયાએ 86 કિલોગ્રામ વજનની કેટેગરીમાં રોમાંચક ક્વાર્ટર ફાઈનલમાં કોલંબિયાના કાર્લોસ મેન્ડેજને 7-6થી હાર આપ્યા બાદ સેમિફાઈનલમાં સ્વિટ્ઝર્લેન્ડના સ્ટિફન રિચમૂધને 8-2થી કારમો પરાજય આપ્યો હતો. ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ થનારો દીપક ચોથો ભારતીય પહેલવાન બન્યો છે. વીનેશ ફોગાટ, બજરંગ પુનિયા, રવિ દહિયા અગાઉ જ ઓલિમ્પિક માટે પસંદ થઈ ચૂક્યા છે. સેમિફાઈનલમાં પુનિયાનો મુકાબલો સ્વિત્ઝર્લેન્ડના સ્ટિફન રિચમૂધ સામે થયો હતો. ક્વાર્ટર ફાઈનલ બહુ દિલધડક હતી અને દીપકે છેલ્લી મિનિટમાં કાર્લોસ પર વિજય મેળવ્યો હતો જ્યારે સેમિફાઈનલમાં તો દીપક રીતસર છવાઈ ગયો હતો અને 8-2થી જીત મેળવી હતી. ફાઈનલમાં તેની ટક્કર ઈરાનના ઓલિમ્પિક ચેમ્પિયન હસન યઝદાની સામે થશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer