ભુજોડી પુલના કામમાં બાજુની નદી પટની માટી વાપરવાથી જળસંચય થશે

ભુજ, તા. 21 : ભુજોડી ઓવરબ્રિજનું અટકેલું કામ ફરી શરૂ?થવાનું છે ત્યારે રસ્તાના પૂરાણ માટે સાદી માટી આ વિસ્તારથી દક્ષિણ દિશાએ એક કિ.મી. દૂર નદીના વિશાળ પટમાંથી લેવામાં આવે તો જળસંચયનું ઉત્તમ કામ થાય તેમજ ડીઝલ તથા?ટ્રાફિક અને સમયની બચતની સાથોસાથ મોટો નાણાકીય આર્થિક ફાયદો પણ થાય તેવું સૂચન મુખ્યમંત્રી વિજયભાઇ?રૂપાણીને પત્ર?લખી યોગધામના માનવ ધર્મ સેવા ન્યાસે કર્યું છે. ગુજરાત સરકારના અલૌકિક અદભુત જળસંચય અભિયાનમાં અબાલ-વૃદ્ધ પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા છે અને સરકાર વરસાદી પાણીના એક એક?ટીપાનો સંચય કરવા કટિબદ્ધ છે, જળ એ જીવન છે, કચ્છ માટે પાણી એ પ્રાણપ્રશ્ન બનેલો છે તેમજ સરકાર કરોડોનાં ખર્ચે જળત્રોતો નિર્માણ કરવા માગે છે ત્યારે ભુજોડી રેલવે ઓવરબ્રિજના રસ્તા પૂરાણ માટે લાખો ટન સાદી માટી એક કિ.મી. દૂર આવેલા નદીના વિશાળ પટમાંથી લેવામાં આવે તો જળસંચયનું અદભુત કામ મફતમાં થાય તેમ છે. અહીં ખેડૂતો અને માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના 14 પાતાળકૂવા લોકોની પ્યાસ બુજાવી રહ્યા છે. ઊંડું ખાણેત્રું કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળને કારણે પુષ્કળ પ્રમાણમાં પાણી ભૂગર્ભમાં રિચાર્જિંગ થાય. સદનસીબે નદીનું તળિયું સાગના પથ્થરનું હોવાથી મોટા પ્રમાણમાં ભૂગર્ભમાં જળસંચય થાય.  બ્રિજ નિર્માણ એજન્સીને સાદી માટી નજીક મળતાં ડીઝલમાં બચત થશે. આ ઓવરબ્રિજ પર માટી લાવવા માટે અનેક ડમ્પર વાહન આવતાં વધારાનો ટ્રાફિક જામ થાય પરંતુ માટી / પદાર્થ બાજુના કાચા રસ્તેથી મળતાં ટ્રાફિક સમસ્યા બિલકુલ રહેશે નહીં તેવું માનવ ધર્મ સેવા ન્યાસ?ટ્રસ્ટે સૂચવી યોગ્ય જગ્યાએ રજૂઆત કરવા પત્રમાં કાંતિલાલ એચ. પટેલ, નિખિલ શાત્રી,?ડી. વી. પટેલ તેમજ અન્યોએ જણાવ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer